આ રમતની `મેન ઓફ ધ મેચ` હું છું, ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા સામે હાર્યા બાદ બોલ્યા ભાજપના પ્રિયંકા ટિબરેવાલ
વકીલ પ્રિયંકા ટિબરેવાલે કહ્યું- હું મારી હાર સ્વીકાર કરુ છું. હું દીદીને શુભેચ્છા આપુ છું. મેં તમને મારો સંદેશ મોકલી આપ્યો છે.
ભવાનીપુરઃ હાઈ પ્રોફાઇલ ભવાનીપુર પેટાચૂંટણીમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે હાર સ્વીકાર કરતા દીદીને શુભેચ્છા આપી છે. પરંતુ પ્રિયંકાએ ખુદને આ ચૂંટણીની 'મેન ઓફ ધ મેચ' ગણાવી છે. પ્રિયંકાએ સાથે પેટાચૂંટણીમાં ફેક વોટિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. મહત્વનું છે કે ભવાનીપુર ચૂંટણીમાં મમતા બેનર્જીએ 58 હજાર મતોથી જીત મેળવી છે અને તે મુખ્યમંત્રીની ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે.
પ્રિયંકા ટિબરેવાલે કહ્યુ- ભલે તે ચૂંટણી જીત્યા હોય પરંતુ આ રમતની મેન ઓફ ધ મેચ હું છું કારણ કે મમતા બેનર્જીના ગઢમાં જઈને ચૂંટણી લડી અને 25 હજારથી વધુ મત મળ્યા છે.. તેમના ઉપાધ્યક્ષ કેમેરામાં નકલી વોટરોને બૂથમાં ઘુસાડકા કેમેરામાં કેદ થયા હતા.
વકીલ પ્રિયંકા ટિબરેવાલે કહ્યું- હું મારી હાર સ્વીકાર કરુ છું. હું દીદીને શુભેચ્છા આપુ છું. મેં તમને મારો સંદેશ મોકલી આપ્યો છે.
આ પણ વાંચોઃ ભવાનીપુરમાં રેકોર્ડ મતે જીત્યા મમતા બેનર્જી, CM ની ખુરશી બચાવી લીધી
ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 58 હજાર કરતા વધુ મતોથી વિજય મેળવ્યો છે. આ સાથે તેમણે મુખ્યમંત્રીની ખુરશી પણ સુરક્ષિત કરી લીધી છે. પેટાચૂંટણીમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) ના શ્રીજીવ વિશ્વાસ ત્રીજા સ્થાને રહ્યા છે.
તો જીત બાદ મમતા બેનર્જીએ ભવાનીપુરની જનતાનો આભાર માન્યો છે. મમતાએ કહ્યું કે, તેમની વિરુદ્ધ બંગાળ વિધાનસભા ચૂંટણીની શરૂઆતથી ષડયંત્ર રચવામાં આવ્યું હતું. મમતાએ કહ્યું કે, ભવાનીપુરની જનતાએ તમામ ષડયંત્રને નિષ્ફળ કરી દીધા અને તેમને દરેક વોર્ડમાં જીત મળી છે. મમતાએ આ સીટ પરથી ત્રીજીવાર ચૂંટણી જીતી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube