હું કોંગ્રેસ અધ્યક્ષ નથી, પાર્ટી ઝડપી પોતાના નવા સારથીને શોધે: રાહુલની સ્પષ્ટતા
રાહુલ ગાંધીએ સંસદમાં પત્રકારો સાથે ચર્ચા કરતા સ્પષ્ટતા કરી કે પાર્ટીએ હવે પોતાના નવા અધ્યક્ષની પસંદગી કરી લેવી જોઇએ
નવી દિલ્હી : રાહુલ ગાંધીએ બુધવારે ભાર પુર્વક જણાવ્યું કે, હવે તેઓ પાર્ટીનાં અધ્યક્ષ નથી રહ્યા અને કોંગ્રેસે ઝડપથીપોતાનાં નવા અધ્યક્ષને શોધવા જોઇએ. રાહુલ ગાંધીએ સંસદમાં પત્રકારો સાથેની ચર્ચામાં જણાવ્યું કે, પાર્ટીને જરા પણ સમય બગાડ્યા વગર નવા અધ્યક્ષની પસંદગી કરવી જોઇે. હું આ પ્રક્રિયામાં પણ ક્યાંય જોડાવા ઇચ્છતો નથી. હું પહેલા જ પોતાનું રાજીનામું આપી ચુક્યો છું અને હવે પાર્ટી અધ્યક્ષ નથી. કોંગ્રેસ કાર્યસમિતિ (સીડબલ્યુસી) ને ઝડપથી આ મુદ્દે મીટિંગ કરવી જોઇએ અને નિર્ણય લેવો જોઇએ.
હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંગ્રેજી ઉપરાંત આ 6 પ્રાદેશિક ભાષામાં પણ મળી રહેશે
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં પરાજય બાદ 25 મેના રોજ કોંગ્રેસ કાર્યસમિતીની બેઠકમાં રાહુલ ગાંધીના પરાજયની નૈતિક જવાબદારી સ્વિકારતા પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ પાર્ટીનાં અનેક વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને પોતાનાં પદ પર યથાવત્ત રહેવા માટેની અપીલ કરી હતી. તેમને મનાવવા માટેના અનેક પ્રયાસો થયા હતા. જો કે રાહુલ ગાંધીના હાલનાં નિવેદન પરથી સાબિત થાય છે કે તેઓ પોતાનાં નિર્ણય પર અડગ છે.
HCના જજે PM મોદીને લખ્યો પત્ર, કહ્યું-'જજોની નિયુક્તિમાં જાતિવાદ અને વંશવાદને પ્રાથમિકતા'
દિલ્હી: મંદિર પર હુમલા મામલે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનરને લગાવી ફટકાર
જો કે અગાઉ મંગળવારે રાહુલ ગાંધીના સમર્થકોએ પાર્ટી મુખ્યમથકની બહાર ધરણા કર્યા હતા અને રાહુલને પોતાના નિર્ણય પર પુન: વિચાર કરવા માટેની અપીલ કરી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલ પણ ધરણા પર બેઠા હતા. ધરણામાં ભાગ લીધા બાદ ગહલોતે કહ્યું કે, કોંગ્રેસ કાર્યકર્તાઓની ભાવના રાહુલ ગાંધી સાથે છે. એટલા માટે બધા જ લોકો અહીં આવ્યા છે આપણે આશા રાખીએ કે, રાહુલ ગાંધીપોતાનો નિર્ણય બદલશે. આ એક માત્ર કોંગ્રેસી ચહેરો છેજે ભાજપ સામે લડી શકે છે. લોકસભા ચૂંટણીમાં રાહુલે જનતાની લડાઇ લડી. કોંગ્રેસની પોલિસી, પ્રોગ્રામણ અને વિચારધારા જનતાનાં હિતમાં છે.