નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની કાર્યવાહી અંગે આજે ભડાશ કાઢી. તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદીથી ડરતા નથી અને તેમને ધમકાવીને ચૂપ કરી શકાશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ દેશ અને લોકતંત્રની રક્ષા તથા સદભાવ કાયમ રાખવા માટે કામ કરતા રહ્યા છે અને આગળ પણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે 'સત્યને બેરિકેડ કરી શકાશે નહીં. જે કરવું હોય તે કરી લો, હું પ્રધાનમંત્રીથી ડરતો નથી, હું હંમેશા દેશહિતમાં કામ કરતો રહીશ. સાંભળી લો અને સમજી લો.' 


આ અગાઉ તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે આ ધમકાવવાનો પ્રયત્ન છે. તેઓ વિચારે છે કે થોડું દબાણ નાખીને અમે ચૂપ કરાવી દઈશું. પરંતુ અમે ચૂપ થવાના નથી. નરેન્દ્ર મોદીજી, અમિત શાહજી, આ દેશમાં લોકતંત્ર વિરુદ્ધ જે કરી રહ્યા છે તેની વિરુદ્ધ અમે ઊભા રહીશું. પછી  ભલે ગમે તે કરી લે. અમને કોઈ ફરક પડતો નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube