નવી દિલ્હી : જેએનયુમાં બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જેએનયુમાં હિંસાની ઘટનાથી ખુબ જ વ્યથીત છું. વિદ્યાર્થીઓને ખુબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો છે. પોલીસ ઝડપથી જેએનયુમાં હિંસા અટકાવે અને શાંતિ સ્થાપિત કરે. જો વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસની અંદર પણ સુરક્ષીત નથી તો પછી દેશ પ્રગતી કઇ રીતે કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JNU માં લેફ્ટ અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઘર્ષણ, સમગ્ર કેમ્પસમાં પોલીસનો ખડકલો

કેજરીવાલે કહ્યું કે, મે માનનીય એલજી સાથે વાત કરી છે અને તેમને અપીલ કરી છે કે તેઓ પોલીસને શાંતિ સ્થાપિત કરવા માટે આદેશ આપે. તેમણે આશ્વાસન આપ્યું છે કે તેઓ ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યા છે અને તમામ જરૂરી પગલા પણ ઉઠાવશે. આ અગાઉ જેએનયુમાં રવિવારે સાંજે એબીવીપી અને લેફ્ટનાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બંન્ને પક્ષોએ એક બીજા પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. જેએનયુ વિદ્યાર્થી સંઘે દાવો કર્યો કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હિંસા કરી છે. 


UP CAA હિંસામાં જીવ ગુમાવનાર દરેકને 5-5 લાખની સહાય આપશે સપા

 આ હુમલામાં અખિલ જેએનયુ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઇશી ઘોષનાં માથામાં ગંભીર ઇજા પહોંચી છે. બીજી તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે લેફ્ટ વિદ્યાર્થી સંગઠનો એસએફઆઇ, આઇસા અને ડીએસએફ પર પોતાનાં કાર્યકર્તાઓ પર હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે. જેએનયુ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઇશી ઘોષ પર પણ હુમલો થયો છે. જેએનયુમાં એબીવીપી અધ્યક્ષ દુર્ગેશ કુમારે કહ્યું કે, જેએનયુમાં એબીવીપીનાં કાર્યકર્તાઓ પર લેફ્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એબીવીપીનાં 15થી વધારે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. 


અમિત શાહે સાધ્યુ નિશાન, 'કેજરીવાલજી દિલ્હી માટે તમે શું કર્યું તે તો જણાવો'

દુર્ગેશે આરોપ લગાવ્યો કે, જેએનયુનાં અલગ અલગ હોસ્ટેલમાં એબીવીપીનાં વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો અને હોસ્ટેલની બારીઓ અને દરવાજા તોડવામાં આવ્યા. જો કે જેએનયુએસયુએ દાવો કર્યો કે, સાબરમતી અને અન્ય હોસ્ટેલમાં એબીવીપીએ પ્રવેશ કરીને વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી.એબીવીપી દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો અને તોડફોડ પણ કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube