મુંબઈઃ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ અખબારી યાદી જાહેર કરતા કહ્યુ કે, જો કાલ એટલે કે 4 મેએ લાઉડસ્પીકર પર અઝાન થઈ જો તે જગ્યા પર લાઉડસ્પીકરથી હનુમાન ચાલીસા શરૂ કરીશું. તેમણે બધા હિન્દુઓ પાસે તેમાં સહયોગની અપીલ કરી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકારના આદેશ પર લાઉડસ્પીકર પ્રકરણ પર પોલીસે રાજ ઠાકરે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પ્રેસ રિલીઝ જાહેર કરી છે. મીડિયા કર્મીઓને જારી અખબારી યાદીમાં તેમણે કહ્યું- હું તમામ હિન્દુઓને અપીલ કરૂ છું કે કાલ 4 મેએ જો તમે લાઉડસ્પીકરોમાં અઝાન સાંભળો તો તે જગ્યા પર લાઉડસ્પીકર પર હનુમાન ચાલીવા વગાડો. ત્યારે તેને આ લાઉડસ્પીકરોથી થનારી મુશ્કેલીનો અનુભવ થશે. 


બાલ ઠાકરેનું સપનુ પૂરુ કરીશઃ રાજ
રાજ ઠાકરેએ કહ્યુ કે હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને અપીલ કરુ છું કે વર્ષો પહેલા શિવસેના પ્રમુખ હિન્દુ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરેએ કહ્યુ હતુ કે તમામ લાઉડસ્પીકરોને ચુપ કરાવવાની જરૂર છે. આજે તે સપનાને પૂરુ કરી રહ્યો છું. 


હવે યુએસ અને ઇઝરાયલની જેમ પલટવાર કરે છે ભારત, અમિત શાહે કોને આપી આ ચેતવણી


રાજ ઠાકરેના કેસથી ભડકી મનસે
ઔરંગાબાદ પોલીસે રાજ ઠાકરે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હવે એમએનએસ નેતાઓએ ઉદ્ધવ સરકારને ચેતવણી આપી છે કે જો રાજ ઠાકરે વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ તો રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું. મહત્વનું છે કે 1 મેએ ઔરંગાબાદમાં રાજ ઠાકરેએ ભાષણ આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે જો 4 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર ઉતારવામાં આવશે નહીં તો દરેક મસ્જિદ બહાર હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube