કોલકત્તાઃ બંગાળના કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ બાદ પ્રથમવાર મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે તે ભ્રષ્ટાચાર કે કોઈ ખોટા કામનું સમર્થન કરતા નથી. તેમણે કહ્યું કે, એક નક્કી સમય મર્યાદાની અંદર સત્યના આધાર પર નિર્ણય આપવો જોઈએ. તેમણે કહ્યું કે જો દોષી સાબિત થાય તો તેમને ફર્ક પડતો નથી જો આજીવન કારાવાસની સજા પણ મળે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસએસસી કૌભાંડમાં પાર્થ ચેટર્જીની ધરપકડ બાદ મમતા બેનર્જીએ કહ્યું, 'હું ભ્રષ્ટાચાર કે કોઈ ખોટા કામનું સમર્થન કરતી નથી. જો કોઈ દોષી સાબિત થાય તો તેને દંડ આપવો જોઈએ, પરંતુ મારી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા દુર્ભાવનાપૂર્ણ અભિયાનની હું નિંદા કરુ છું. તેમણે કહ્યું કે સત્ય સામે આવવું જોઈએ પરંતુ એક સમય મર્યાદાની અંદર.'


5 ઐતિહાસિક નિર્ણય જેના માટે હંમેશા રામનાથ કોવિંદને કરવામાં આવશે યાદ


અર્પિતા મુખર્જી પર મમતાની સફાઈ
ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું, 'હું ધમકીઓ સામે ઝુકવાની નથી. જો કોઈએ ખોટું કામ કર્યું છે અને કાયદાના નિર્ણયથી દોષી સાહિત થાય છે તો તે તેના માટે ખુદ જવાબદાર હશે.' તો અર્પિતા મુખર્જીને લઈને મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું- ન તો સરકાર અને ન પાર્ટીનો તે મહિલા સાથે કોઈ સંબંધ છે. મેં એક દુર્ગા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે તે મહિલા ત્યાં હાજર હતી. મેં સાંભળ્યું છે કે તે પાર્થની ફ્રેન્ડ છે. શું હું ભગવાન છું તો મને ખ્યાલ હોય કે કોણ કોનું મિત્ર છે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube