નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ બંગાળમાં જનસભા સંબોધિત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દીદી (મમતા બેનર્જી)ની ઝાટકણી કાઢી હતી. ઉપરાંત મમતા બેનર્જીનાં તે નિવેદન પર વ્યંગ કર્યો જેમાં તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી મત માંગવા માટે નિયમિત રીતે બંગાળ આવી રહ્યા છે પરંતુ લોકો તેમને કાંકરા, માટીમાંથી બનેલા રસગુલ્લાઓ આપશે. જો તેને ચાખવાનો પ્રયાસ કરશે તો તેમના દાંત તુટી જશે. 


સેનાના ભોજનમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર સામે લડનાર જવાનનો વારાણસીમાં PM સામે જંગ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના જવાબમાં વડાપ્રધાને આજે રેલીમાં દીદી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, બંગાળમાં ભાજપ જે પ્રકારે આગળ વધી રહ્યું છે તે જોતા દીદી હવે અમને માટીના રસગુલ્લા ખવડાવવા માંગે છે. જો કે અમારા માટે બંગાળની માટીમાંથી બનેલા રસગુલ્લા પ્રસાદ સ્વરૂપ છે. બંગાળની માટીમાં રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદજી, ચૈતન્ય મહાપ્રભુ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, શ્યામા પ્રસાદ મુખર્જી જેવા મહાપુરૂષોની ચરણરજ છે અને આ રજમાંથી બનેલા રસગુલ્લા જો અમને ખાવા મળે તો જીવન ધન્ય થઇ જશે. આ રસગુલ્લા મારા માટે પ્રસાદ સાબિત થશે. 


VIDEO: BJPના બે સાધ્વી નેતાઓનું ભાવુક મિલન, ઉમા ભારતીને ભેટીને રડવા લાગ્યા સાધ્વી પ્રજ્ઞા
23મી મે બાદ નહી બચી શકે દીદી, સંપર્કમાં છે તેમના 40 ધારાસભ્યો: PMનો હુંકાર


આ અગાઉ અભિનેતા અક્ષય કુમારની સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ ખુલાસો કર્યો કે, તેમની કટ્ટર ટીકામાંથી એક બેનર્જી પોતે તેમના માટે કુર્તા પસંદ કરે છે અને દર વર્ષે તેમને ઉપહાર આપે છે. મોદીએ કહ્યું કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના દર વર્ષે ઢાકાથી તેમને વિશેષ મિઠાઇ મોકલે છે. જ્યારે મમતાને આ અંગે ખબર પડી તો તેઓ પણ મને દર વર્ષે એક-બે વાર બંગાળી મિઠાઇ મોકલવા લાગ્યા. 


ધારાસભ્યો તો શું 1 પાર્ષદ પણ BJPમાં નહી જોડાય, PM સપના જુએ છે : તૃણમુલ

વડાપ્રધાનનાં આ નિવેદન બાદ મમતા ભડક્યાં હતા. તેમણે કહ્યું કે, તેઓ વડાપ્રધાનની મિઠાઇમાં કાંકરા નાખી દેશે જેથી વડાપ્રધાનનાં દાંત તુટી જાય. મમતાએ આગળ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી માત્ર ચૂંટણી સમયે જ બંગાળ આવે છે. મમતાએ કહ્યું કે, મોદી બંગાળ ચૂંટણી પહેલા નથી આવતા. તેમને બંગાળના મત માત્ર જોઇએ. અમે તેમને બંગાળી મીઠાઇ તો આપીશું પરંતુ કાંકરા વાળી જેથી તેમના દાંત તુટી જાય.