નવી દિલ્હી: યૂપીના નગીના અને અકબરપૂર જેવી બેઠક પર બીએસપી સુપ્રીમોના ચૂંટણી લડવાના અનુમાન વચ્ચે માયાવતીએ જાહેરાત કરી છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે. આ સંબંધમાં તેમણે કહ્યું કે ઘણી વખત મુશ્કેલ નિર્ણય લેવા પડે છે. તેમણે કહ્યું કે તેઓ ગમે ત્યારે સંસદમાં પસંદગી થઇને જઇ શકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે સપા અને બસપા ગઠબંધન બાદ ચૂંટણી અભિયાનને લઇને બધી બેઠકો પર નજર રાખવાના ઉદેશ્યથી બસપા સુપ્રીમોએ આ નિર્ણય લીધો છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...