મુંબઇ : વિવાદિત રાફેલ લડાકુ વિમાન સોદા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કથિત રીતે બચાવ કરવા અંગે આલોચનાઓનો સામનો કરી રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારે સોમવારે આરોપોનો ઇન્કાર કરતા કહ્યું કે, તેઓ એવું ક્યારે પણ નહી કરે. પોતાનાં નિવેદન સાથે પવારે તેમ પણ કહ્યું કે, જ્યા સુધી મારી પાસે સબુત નહી હોય, હું વડાપ્રધાન મોદી પર કોઇ આરોપ નહી લગાવું. પવારે કહ્યું કે, કેટલાક લોકો કહી રહ્યો છું પરંતુ એવું નથી. મે ન તો તેમનું સમર્થન કર્યું છે અને ન ક્યારે પણ કરીશ. તેમનું નિવેદન એવા સમયે આવ્યું હતું જ્યારે કોંગ્રેસે આ સોદા મુદ્દે વડાપ્રધાન પર શાબ્દિક પ્રહાર કર્યો અને રાકાંપાની સાથે ભાવી ચૂંટણી માટે ગઠબંધન કરવાનાં પ્રયાસમાં છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પવારે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, અમારા સમયે રાફેલની કિંમત નિશ્ચિત નહોતી થઇ. અમારી બાદ આવેલી ભાજપ સરકારે કિંમત નિશ્ચિત કરી. 650 કરોડ રૂપિયાની ડીલ 1600 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ. કેન્દ્ર સરકારે કિંમત શા માટે વધારી, તેનો ખુલાસો કરવો જોઇએ. સંયુક્ત સંસદીય સમિતીની રચના કરવામાં આવે તેની તપાસ કરવામાં આવે. 

પવારે કહ્યું કે, બોફોર્સ મુદ્દે રાજીવ ગાંધી તપાસ કમિટી સામે આવ્યા હતા. વડાપ્રધાન મોદીને પણ તપાસ ગઠિત કરવી જોઇએ અને તેની સામે સ્પષ્ટતા આપવી જોઇએ. રાફેલનાં માધ્યમથી મોદી સરકારે જનતાની લૂંટ કરી છે. આ સમગ્ર મુદ્દાની તપાસ તોથવી જ જોઇએ. રાફેલની સાર સંભાળનું કામ નાસિકમાં થવાનું હતું જો કે તે અંગેનો અમારો હક પણ છીનવી લીધો. 

પૂર્વ સંરક્ષણં મંત્રીએ તેમ પણ કહ્યું કે, વિમાનની ટેક્નીકલ અહેવાલને જાહેર કરવાની કોઇ જ જરૂરિયાત નથી. પવારે કૃષી સંકટના મુદ્દે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારની આલોચના કરી જ્યારે 71000 કરોડ રૂપિયાની ખેતી લોન માફ કરવાની ગત્ત યૂપીએ સરકારનાં ચુકાદાની સરાહના પણ કરી. 

અગાઉ પવારે એક ઇન્ટરવ્યુ બાદ વિવાદ ચાલુ થયો હતો જેમાં તેમણે એમ કહેતા જોવા મળ્યાંતેઓ નથી સમજતા કે ફ્રાંસથી જંગી જહાજ ખરીદવા મુદ્દે લોકોને મોદીની મંશા પર શંકા છે. પવારની ટિપ્પણી અંગે વિરોધ વ્યક્ત કરતા એનસીપીના સંસ્થાપક સભ્ય તારીક અનવર અને મહાસચિવ મુનાફ હકીમે ગત્ત અઠવાડીયે પાર્ટીથી રાજીનામું આપી દીધું હતું.