ઉન્નાવ : લોકસભા ચૂંટણી 2019 નજીક આવતાની સાથે જ રામ મંદિરનો મુદ્દો એકવાર ફરીથી સમાચારમાં છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે ઉન્નાવથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે, 2019 પહેલા જો રામ મંદિરનું નિર્માણ ન થયું હોત તો તેઓ ભાજપની સાથે નહી ઉભા હોય. તેમણે સ્પષ્ટ કરતા કહ્યું કે, આ મુદ્દે તેઓ સંતોની સાથે ઉભા છે. સાક્ષી મહારાજે કહ્યું કે, હું જે કાંઇ પણ છું તેઓ ભગવાન રામની કૃપાથી જ છું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાક્ષી મહારાજે કહ્યું કે, આજે બપોરે જે કેસ પર પહોંચ્યા છે, તેની પાછળ રામજી કૃપા અને સંતોનું ઘણુ મોટુ યોગદાન છે. સાક્ષી મહારાજે કહ્યું કે, દિલ્હીની બેઠકમાં સંતોએ ભાજપની વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટ આદેશ કરે અથવા સરકાર અધ્યાદેશ લાવે, 6 ડિસેમ્બર બાદ સંત સમાજ રામ મંદિરના નિર્માણની શરૂઆત અયોધ્યામાં કરશે. 

અગાઉ સાક્ષી મહારાજે કહ્યું હતું કે રામ મંદિર નિર્માણ હંમેશાથી વિશ્વ હિંદુ પરિષદ, ભાજપ અને આરએસએસના એજન્ડા પર રહ્યું છે. હંમેશાથી તમામ લોકો કહેતા રહ્યા છે કે રામ મંદિરનું નિર્માણ અયોધ્યામાં થશે. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય. સાક્ષી મહારાજે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં પણ સુનવણી થઇ રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, કંઇ પણ હોય પરંતુ 2019ની ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણ થઇ જશે. 

જો કે આ સભામાં તેમણે રાહુલ ગાંધીના શિવ ભક્ત હોવા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ તેમણે રાહુલ ગાંધીને પડકાર આપતા કહ્યું કે તેઓ આ વખતે સાંસદ ન બની શકે. સાથે જ તેમણે તેમ પણ કહ્યું કે, જો હિમ્મત છે તો રાહુલ ગાંધી ઉન્નાવ સાથે ચૂંડણી લડીને દેખાડે. જો હું ચૂંટણી હારી ગયો તો રાજનીતિ છોડી દઇશ. જો કે જો રાહુલ ગાંધી હારી જાય તો તેઓ દેશ છોડીને ઇટાલી જતા રહે.

રાહુલ ગાંધી પર વડાપ્રધાન મોદીને ચોર કહેવાના મુદ્દે તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, રાહુલ ગાંધીનો આખો પરિવાર જ ચોર છે. જે પોતે ચોર હોય છે, તેમને તમામ લોકોને ચોર જ દેખાય છે. તેમણે કહ્યું કે, 2019માં ભાજપ 2014ની તુલનાએ વધારે સીટ સાથે જીત પ્રાપ્ત કરશે.