નવી દિલ્હીઃ સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ અશોક ગેહલોતના તેવર નરમ પડી ગયા છે. મીટિંગ બાદ બહાર આવેલા અશોક ગેહલોતે કહ્યું કે મેં સોનિયા જીની રાજસ્થાનની ઘટનાને લઈને માફી માંગી લીધી છે. અશોક ગેહલોતે કહ્યું, કોંગ્રેસમાં મને છેલ્લા 50 વર્ષથી સન્માન મળી રહ્યું છે. હંમેશા મારા પર વિશ્વાસ કરી જવાબદારી આપવામાં આવી. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીથી લઈને આજ સુધી મારા પર વિશ્વાસ રાખવામાં આવ્યો. કોંગ્રેસના મહાસચિવથી લઈને ત્રીજીવાર મુખ્યમંત્રી બનવા સુધીની સફર હાઈકમાન્ડના આશીર્વાદથી રહી છે. આ સાથે ગેહલોતે કહ્યું કે હું કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાનો નથી. 


અશોક ગેહલોતે કહ્યુ કે રવિવારે જે ઘટના થઈ, તેણે મને હચમચાવી દીધો છે. તેમાં તે સંદેશ આપવામાં આવ્યો કે હું મુખ્યમંત્રી પદે રહેવા ઈચ્છુ છું. તેને લઈને મેં સોનિયા ગાંધીની માફી માંગી છે. અમારે ત્યાં એક લાઇનનો પ્રસ્તાવ પારિત કરવાનો તો પ્રસ્તાવ રહ્યો છે. દુર્ભાગ્યની વાત છે કે આ પ્રસ્તાવ પાસ થઈ શક્યો નહીં. હું તેને પાસ કરાવી શક્યો નહીં તો મુખ્યમંત્રી રહેતા હું તેને મારી ભૂલ માનું છું. રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે દેશભરમાં મને લઈને ખોટો માહોલ બનાવવામાં આવ્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube