નવી દિલ્હીઃ 8 ઓક્ટોબરના એરફોર્સ ડે છે, તેને લઈને રવિવારે ગાઝિયાબાદના હિંડન એરબેસમાં ફુલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સેનાએ કરબત દેખાડી હતી. હિંડન એરફોર્મ સ્ટેશન પર ફુલ ડ્રેસ રિહર્સલમાં પ્રથમવાર લડાકુ હેલિકોપ્ટર અપાસે અને ટોહી હેલિકોપ્ટર શિનૂકે ભાગ લીધો હતો. એર ફોર્સ ડેના ફુલ ડ્રેસ રિહર્સલમાં લડાકુ વિમાનોનું ફોરમેશન આગળ રહ્યું હતું. તો એરફોર્સ ડેના વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનના હવાઇ હુમલાને નિષ્ફળ કરવો અને F-16ને મારવાનું સન્માન આપવામાં આવશે. બાલાકોટ એરસ્ટ્રાઇક માટે સ્ક્વોડ્રન લીડર મિન્ટી અગ્રવાલને સન્માનિત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજસ વિમાને ફરી પોતાની તાકાત દેખાડી હતી. સુખોઈ, જગુઆર, મિગ 29એ પણ પોતાનો જલવો દેખાડ્યો હતો. સૂર્ય કર્ણનું ફોરમેશન આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. સારંગ હેલિકોપ્ટરે પણ લોકોનું દિલ જીતી લીધું હતું. 

Video: ફ્લાઇટમાં પહોંચેલા ISRO ચીફને જોઈને ખુશીનો માહોલ, એર હોસ્ટેસે લીધી સેલ્ફી 

આ તકે ઓપરેશન બાલાકોટને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ઝી ન્યૂઝના EXCLUSIVE રિપોર્ટ પ્રમાણે બાલાકોટ એર સ્ટ્રાઇક માટે મિરાજ 2000ના મિશનનો કોડનેમ 'સ્પાઇસ મિશન' હતું. કારણ કે મિશનમાં ઇઝરાયલી સ્પાઇસ બોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેથી સ્પાઇસ મિશનનું નામ આપવામાં આવ્યું હતું. આ મિશન ગ્વાલિયરથી 1500 કિલોમીટર દૂર બાલાકોટમાં પોતાની તરફથી પ્રથમ આવું મિશન હતું. આ મિશન દરમિયાન હવામાં વિમાનની રિફ્યૂલિંગ કરવામાં આવી હતી.