વાયુસેનાના ઇતિહાસમાં પહેલીવાર પિતા-પુત્રીની જોડીએ ઉડાવ્યું ફાઇટર જેટ, જાણો કહાણી
ભારતીય વાયુસેનામાં કંઇક એવું થયું છે જે પહેલાં ક્યારેય થયું નથી. એક એવી તસવીર સામે આવી છે જેની ચર્ચા દેશમાં થઇ રહી છે. ફોટાને જોઇ અને તેના વિશે જાણીને તમને પણ ગર્વ થશે. એક પિતા અને પુત્રીની જોડી પોતાની ખાસ ઉપલબ્ધિના લીધે ચર્ચામાં છે.
Indian Air Force Father-daughter duo: ભારતીય વાયુસેનામાં કંઇક એવું થયું છે જે પહેલાં ક્યારેય થયું નથી. એક એવી તસવીર સામે આવી છે જેની ચર્ચા દેશમાં થઇ રહી છે. ફોટાને જોઇ અને તેના વિશે જાણીને તમને પણ ગર્વ થશે. એક પિતા અને પુત્રીની જોડી પોતાની ખાસ ઉપલબ્ધિના લીધે ચર્ચામાં છે. ફ્લાઇંગ ઓફિસર અનન્યા શર્માએ પોતાના પિતા ફાઇટર પાયલોટ સાથે ઉડાન ભરનાર પ્રથમ મહિલા ભારતીય પાયલોટ બની ગઇ છે. ભારતીય વાયુસેનાના હોક 132 એરક્રાફ્ટ ઉડાન ભરનાર પ્રથમ પિતા-પુત્રીની જોડી છે. પોતાના પિતાના પદચિન્હો પર ચાલનાર અનન્યા શર્માએ એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે જેના પર તેમના પિતાને પણ ગર્વ છે.
એર કમાંડર સંજય શર્મા અને તેમની પુત્રી અનન્યા શર્માએ 30 મેના રોજ આ ઉડાન ભરી. ભારતીય વાયુસેનામાં આ પહેલી તક છે અને પિતા-પુત્રીની જોડીએ ઇતિહાસ રચ્યો છે. ભારતીય વાયુસેનાના અનુસાર કર્ણાટકના બીદરમાં એક હોક- 132 એરક્રાફ્ટ સાથે ઉડાન ભરી. સોશિયલ મીડિયા પર પિતા અને પુત્રીની તસવીરો વાયરલ થઇ રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube