નવી દિલ્હી: ભારતીય વાયુસેના પોતાના ફાઈટર વિમાનોને વધુ શક્તિશાળી બનાવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહી છે. જેમાં સુખોઈ-30 એમકેઆઈને ઈઝરાયેલના સ્પાઈસ 2000 લેઝર નિર્દેશીત બોમ્બથી લેસ કરવાની તૈયારીઓ થઈ રહી છે. અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી. ભારતીય વાયુસેનાના મિરાજ 2000 વિમાનો સ્પાઈસ 2000 બોમ્બથી લેસ છે અને આ વિમાનોનો જ હાલમાં પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના મોટા આતંકી શિબિર પર હુમલો કરવા માટે ઉપયોગ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેના પોતાના ફાઈટર વિમાનોને વધુ શક્તિશાળી બનાવવા માટે સુખોઈ 30 એમકેઆઈને ઈઝરાયેલના સ્પાઈસ 2000 બોમ્બથી લેસ કરવાની પ્રક્રિયામાં છે. આ પગલું ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ બાદ સામે આવ્યું છે. 


દેશમાં હવે જો એક પણ આતંકી હુમલો થયો તો પાકિસ્તાનનું આવી જ બન્યું, 'તમામ વિકલ્પો' ખુલ્લા!
સરકારી સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે જો દેશમાં હવે એક પણ આતંકી હુમલો થયો તો આવી સ્થિતિમાં ભારત પાસે 'તમામ વિકલ્પો' ખુલ્લા છે. તેમણે એમ પણ કહ્યું કે બાલાકોટમાં કરાયેલા ભારતની આતંક વિરુદ્ધ કાર્યવાહીનો હેતુ પાકિસ્તાનમાં આતંકી નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહીની 'ક્ષમતા અને ઈચ્છા શક્તિ'ને પ્રદર્શિત કરવાનો હતો. સરકારી સૂત્રોએ કહ્યું કે બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પો વિરુદ્ધ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે અને  એ વાત પર ભાર મૂક્યો કે ભારતનો હેતુ પાકિસ્તાનને તેની જ ધરતી પર ફળદ્રુપ થઈ રહેલા આતંકી સંગઠનો વિરુદ્ધ નક્કર પગલાં ભરવા માટે મજબુર કરવાનો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...