નવી દિલ્હીઃ ભારતીય વાયુ સેનાની હવાઈ ક્ષમતાને વધુ મજબૂત કરવાની તૈયારીના ભાગ રૂપે સંરક્ષણ મંત્રાલયે મંગળવારે 54 ઈઝરાયેલી HAROP એટેક ડ્રોન ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ માનવરહિત ડ્રોન વિમાન છે, જે દુશ્મન સેનાના ટાર્ગેટ પર હુમલો કરીને ત્યાં પોતે નાશ પામીને હુમલાના સ્થળે વિનાશ વેરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય વાયુસેના પાસે આવા 110 ડ્રોન વિમાન પહેલાથી જ ઉપલબ્ધ છે, જે ઈલેક્ટ્રો-ઓપ્ટીકલ સેન્સરથી સુસજ્જ છે. આ સેન્સર ડ્રોનને અતી ઉચ્ચ પ્રકારના સૈનિક થાણા સુધી પહોંચી જાય છે અને તે દુશ્મન દેશના રડારમાં કે સર્વેલન્સ સિસ્ટમમાં પકડાય એ પહેલાં જ ત્યાં હુમલો કરીને વિનાશ સર્જે છે. 


સંરક્ષણ સૂત્રએ ANIને જણાવ્યું કે, "સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ કક્ષાની બેઠકમાં 54 એટેક ડ્રોન ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે."


પોખરણ રેન્જમાં વધુ એક મીગ-27 વિમાન તુટી પડ્યું, પાઈલટનો બચાવ


આ ઉપરાંત ભારત અને ઈઝરાયેલના સંરક્ષણ અધિકારીઓ વચ્ચે પ્રોજેક્ટ ચિતા અંગે પણ વાટાઘાટો કરવામાં આવી હતી. જેમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ પાસે રહેલા ડ્રોન વિમાનને અપગ્રેડ કરીને અતી-ઉચ્ચ ગુણવત્તા ધરાવતા એટેક ડ્રોનમાં તબદીલ કરવાની યોજના છે. ઈઝરાયેલ ભારતીય સેના પાસે રહેલા આ ડ્રોનની ક્ષમતામાં વધારો કરવામાં મદદ કરશે. 


આ ઉપરાંત ભારતની સુરક્ષા એજન્સીઓ 'ઈન્ડિગ્નિયસ કોમ્બેટ ડ્રોન'નું પણ નિર્માણ કરી રહી છે, જેને નજીકના ભવિષ્યમાં પાકિસ્તાન અને ચીનની સરહદ પર તૈનાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોમ્બેટ ડ્રોનનો ઉપયોગ અમેરિકાની સેના દ્વારા અફઘાનિસ્તાન, ઈરાક અને પાકિસ્તાનમાં આતંકવાદીઓના આકાઓને ટાર્ગેટ કરવા માટે કરાય છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...