નવી દિલ્હી: UPSC ટોપર અને IAS ઓફિસર ટીના ડાબીના પહેલા પતિ અને IAS અતહર આમિર ખાન ફરીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અતહર આમિર ખાન મેહરીન કાઝી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. હાલમાં જ અતહરની પહેલી પત્ની ટીના ડાબીએ રાજસ્થાનના પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર પ્રદીપ ગવાંડે સાથે લગ્ન કરી લીધા છે. ત્યારે હવે અતહર પણ પોતાના જીવનમાં આગળ વધવા જઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2015 ની UPSC પરીક્ષામાં અતહર બીજા નંબર પર પાસ થયા હતા, જ્યારે પહેલો રેંક ટીના ડાબીને મળ્યો હતો. ટ્રેનિંગ સમયે જ બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો. જે બાદ વર્ષ 2018 માં બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્ન સમયે ટીનાએ કહ્યુ હતુ કે પ્રથમ નજરમાં જ તેને અતહર સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ બંનેનો સંબંધ લાંબા સમય સુધી ન ચાલ્યો. વર્ષ 2020માં બંનેએ કોર્ટમાં તલાક માટે અરજી કરી અને 2021 માં બંને રાજીખુશી એકબીજાથી અલગ થઈ ગયા. 


ક્યારેક ટોપ, તો ક્યારેક બ્રાલેસ... જરૂરિયાતથી વધારે હોટ તસવીર શેર કરે છે આ સેલિબ્રિટી


હવે અતહર ડૉ. મેહરીન કાઝી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે લગ્ન કઈ તારીખે થશે તેની કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી. પરંતુ KK Studioz તરફથી એક વીડિયો શેયર કરાયો છે. જેમાં અતહર અને ડૉ. મેહરીન કાઝી એકબીજાનો હાથ પકડીને ચાલતા દેખાડવામાં આવ્યા છે. 


અતહર આમિર ખાન હાલ શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને શ્રીનગર સ્માર્ટ સિટી લિમિટેડના CEO છે. 29 વર્ષના અતહર જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વતની છે. તેમણે IIT મંડીથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં Btecનો અભ્યાસ કર્યો છે. જે બાદ તેમણે UPSCની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પહેલીવારમાં તેમણે 560મો રેંક પ્રાપ્ત કર્યો હતો. જે બાદ તેમણે રેંક સુધારવા માટે તેમણે 2015માં ફરીથી પરીક્ષા આપી હતી. 


ઇંગ્લેન્ડમાં સદી ફટકાર્યા બાદ જાડેજાનું મોટું નિવેદન, કારણ જાણી ચોંકી જશો


ઘણા એવોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે અતહર 
અતહર પોતાના શાનદાર કામના કારણે અનેક એવોર્ડ જીતી ચુક્યા છે. હાલમાં જ થયેલા સ્માર્ટ સિટી એવોર્ડ 2022ની ઈવેન્ટમાં તેમના નેતૃત્વવાળી  શ્રીનગર સ્માર્ટ સિટીને બેસ્ટ સિટી લીડર ઓફ ધ યરનો એવોર્ટ પ્રાપ્ત થયો છે. આ પહેલા સોશ્યલ સર્વિસિઝ સાથે જોડાયેલા કામ માટે વર્ષ 2020માં IIT મંડીથી તરફથી તેમને યંગ એચિવર્સ એવોર્ડ 2022થી સન્માનિક કરાયા હતા. વર્ષ 2019માં ભીલવાડા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને લોકસભા ચૂંટણી 2019ના સફળ આયોજન માટે અતહરને પુરસ્કાર પણ આપ્યો હતો. 


Oily Skin પર ભૂલથી પણ ના લગાવો આ 4 વસ્તુ, છીનવાઈ જશે ચહેરાની સુંદરતા


ટીના ડાબીએ પ્રદીપ ગવાંડે સાથે કર્યા છે લગ્ન 
બીજી તરફ IAS ટીના ડાબીએ પ્રદીપ ગવાંડે સાથે આ જ વર્ષે લગ્ન કરી લીધા છે. ટીના ડાબીની IAS બહેન રિયા ડાબીએ લગ્નના વીડિયો સોશ્યલ મીડિયામાં શેયર કર્યો હતો. જેમાં ટીનાના લગ્ન, મહેંદી, સંગીત સેરેમનીની ઝલક દેખાડવામાં આવી હતી. આ વીડિયોમાં ટીના પોતાની બહેન અને મિત્રો સાથે ડાન્સ કરતી પણ જોવા મળી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube