નવી દિલ્હી: કેરળમાં આવેલા પૂરથી તબાહી બાદ દેશભરમાં કેરળને મદદ કરવા માટે રાફડો ફાટ્યો છે. કોઈ આર્થિક મદદ કરી રહ્યું છે તો કોઈ સામાન આપીને કેરળવાસીઓની જિંદગીના ગાડી પાટા પર લાવવાની કોશિશ કરી રહ્યાં છે. કેટલાક લોકો શારીરિક શ્રમની રીતે કેરળવાસીઓની મદદ કરી રહ્યાં છે. આ જ મુદ્દે એક IAS ઓફિસરનું નામ હાલ ચર્ચામાં છે. જે પોતાની ઓળખ છૂપાવીને કેરળવાસીઓની મદદ કરી રહ્યાં હતાં. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી તેમની કહાનીમાં કહેવાય છે કે IAS ઓફિસર કન્નન ગોપીનાથને પોતાની ઓળખ છૂપાવીને આઠ દિવસો સુધી કેરળવાસીઓની મદદ કરી છે. તેમની ઓળખ જ્યારે જાહેર થઈ તો બધા સ્તબ્ધ થઈ ગયાં. દેશ પ્રત્યે તેમની નિષ્ઠાને જોઈને તેમના જુસ્સાને સલામ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2012 બેચના એજીએમયૂટી કેડરના ઓફિસર કન્નન કેરળના કોટ્ટયમના રહીશ છે અને હાલ તેઓ દાદરા નાગર હવેલીના કલેક્ટર છે. કહેવાય છે કે કેરળમાં આવેલા પૂરથી તબાહીને જોઈને તેમનાથી રહેવાયું નહીં અને પર્સનલ કારણ બતાવીને નોકરીમાંથી રજા લઈને ગૃહ રાજ્ય કોટ્ટયમ પહોંચી ગયાં. અહીં આવીને તેમણે કોઈને જણાવ્યું નહીં કે તેઓ IAS ઓફિસર છે. કોટ્ટયમ આવીને પૂરથી પેદા થયેલી સમસ્યાઓને દૂર કરવામાં લાગી ગયાં. 



એક IAS ઓફિસર હોવા થતાં ગોપીનાથને લોકોના ઘરની સફાઈ કરવામાં મદદ કરી. અનેક લોકોને તેમના ઘર સુધી પહોંચાડ્યા. લોકોને ભેગા કરીને તેમણે સ્વયંસેવી સંસ્થાઓ તથા સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ અંગે જણાવ્યું. આ સાથે જ તેના લાભ કેવી રીતે લેવા તે પણ કહ્યું. તેમણે અલપુઝા અને એર્નાકુલમમાં સૌથી વધુ જનસેવા કરી. કેરળમાં જનસેવા શરૂ કરતા પહેલા IAS કન્નન ગોપીનાથને દાદરા એન્ડ નાગરહવેલી પ્રશાસન તરફથી એક કરોડ રૂપિયાનો ચેક કેરળ મુખ્યમંત્રી આપદા રાહત કોષમાં પણ જમા કરાવ્યો છે. 



કહેવાય છે કે જ્યારે કન્નની ઓળખ એર્નાકુલમમાં ઉજાગર થઈ. કેબીપીએસ પ્રેસ સેન્ટર પહોચ્યા તો એર્નાકુલમના કલેક્ટરે કામ કરી રહેલા કન્નનને ઓળખી લીધા. ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયાં કે જેમની સાથે તેઓ આટલા દિવસથી કામ કરી રહ્યાં હતાં તેઓ એક સિનિયર આઈએએસ ઓફિસર છે. 


IAS ઓફિસર ગોપીનાથનના આ કામને ખુબ બિરદાવવામાં આવી રહ્યું છે. આઈએએસ એસોસિએશને પણ ગોપીનાથનની પ્રશંસા કરતા સોશિયલ મીડિયા પર તેમને સેલ્યૂટ કર્યું છે. આ IASના કહાની સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહી છે.