નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક પરામર્ચ જાહેર કરી બધી ખાનગી ટીવી ચેનલોને મુંબઇ હાઇકોર્ટના એક ચૂકાદા પર પ્રકાશ પાડતાં અનુસૂચિત જાતિઓ સાથે જોડાયેલા લોકો માટે 'દલિત' શબ્દના ઉપયોગથી બચવાનો આગ્રહ કર્યો છે. પરામર્શમાં ચેનલોને આગ્રહ કર્યો કે તે અનુસૂચિત જાતિના લોકોનો ઉલ્લેખ કરતાં 'દલિત' શબ્દના ઉપયોગથી બચી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાત ઓગસ્ટથી બધી ખાનગી ચેનલોને સંબોધિત કરીને લખવામાં આવેલા પત્રમાં મુંબઇ હાઇકોર્ટની જૂનના એક દિશા-નિર્દેશશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે દિશા-નિર્દેશમાં મંત્રાલયને મીડિયાને 'દલિત' શબ્દનો ઉપયોગ ન કરવાને લઇને એક નિર્દેશ જાહેર કરવા પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. પંકજ મેશરામની અરજી પર મુંબઇ હાઇકોર્ટની નાગપુર પીઠે આ નિર્દેશ આપ્યો હતો. 


(ઇનપુટ ભાષામાંથી)