કોલકાતા : ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કેપ્ટન મિતાલી રાજને આઇસીસીની પાંચ દિવસીય બેઠક દરમિયાન પુછવામાં આવ્યું કે, શું તેમને ક્યારે કોઇ સટ્ટેબાજે મેચ ફિક્સ કરવા માટે સંપર્ક કર્યો હતો. મિતાલી આઇસીસી બેઠક માટે વિશેષ આમંત્રીત સ્વરૂપે અહીં આવ્યા હતા. બેઠકમાં મહિલા ક્રિકેટ અંગે પણ ચર્ચા થઇ. આઇસીસીનાં એક અધિકારીએ કહ્યું કે, તેઓ થોડા સમય માટે બેઠકમાં આવ્યા હતા. તેમને પુછવામાં આવ્યું કે, શું તેમને મેચ ફિક્સિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો, તેમણે કહ્યું કે, હજી સુધી નહી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી અંડર-19 અને મહિલા મેચોનું મહત્તમ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આઇસીસી સુરક્ષાની દ્રષ્ટીએ પગલા ઉઠાવી રહ્યા છે. મિતાલીએ આ પ્રસંગે મહિલા ક્રિકેટમાં આવેલ આમૂલચૂલ ફેરફારની તસ્વીર પણ રજુ કરી અને કહ્યું કે, જ્યારે તેમણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે કોઇ તેમણે જાણતા હતા પરંતુ આજે દરેક વ્યક્તિ તેને ઓળખે છે. તેમણે આશા વ્યક્ત કરી કે, આ મહિલા ક્રિકેટ માટે ટર્નિંગ પોઇન્ટ હશે. તેમણે કહ્યું કે, વર્લ્ડમાં જે કાંઇ પણ થયું અને લોકો હવે જે પ્રકારે મહિલા ક્રિકેટને મહત્વ આપી રહ્યા છે, આ મહિલા ક્રિકેટનાં માટે સારા સમયની શરૂઆત છે. 

મિતાલીએ કહ્યું કે, હવે ક્રિકેટ પર ચર્ચા માત્ર પુરૂષો સુધી સીમિત નથી. સામાન્ય માણસ પણ મહિલા ક્રિકેટ જુએ છે અને જરૂરી છે કે અમે આ રુચીને જાળવી રાખીએ.મિતાલીએ કહ્યું કે, તેમની નજર હવે ભવિષ્યમાં આયોજીત થનાર આઇસીસી ટી-20 વર્લ્ડ કપ પર ટકેલી છે. 35 વર્ષીય મિતાલી રાજે પોતાની પહેલી વન ડે મેચ 26 જુન 1999એ રમાઇ હતી. તેમણે 194 વનડેની 175 દાવમાં 50.18ની સરેરાશથી કુલ 6373 રન બનાવ્યા છે. તેણે 6 સદિ અને 50 અર્ધ સદી ફટકારી છે.