નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખી આઈસીએમઆરે ટેસ્ટિંગને લઈને નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. આઈસીએમઆરે કહ્યું કે, હોસ્પિટલથી ડિસ્ચાર્જના સમયે RT-PCR રિપીટ કરવો જરૂરી નથી. આંતરરાજ્ય યાત્રા માટે RT-PCR TEST હટાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાત્રાને લઈને ગાઇડલાઇન
આઈસીએમઆરે ટેસ્ટિંગ કિટની અછતને જોતા નિયમમાં ફેરફાર કર્યો છે. આઈસીએમઆરે કહ્યું કે, યાત્રાના સમયે જો લક્ષણ નથી તો યાત્રા કરે. બાકી યાત્રા ન કરે. જો એન્ટીજન ટેસ્ટમાં વ્યક્તિ પોઝિટિવ આવે છે, તો તેનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવો જરૂરી નથી. એટલું જ નહીં આરટી-પીસીઆર ટેસ્ટમાં એકવાર નેગેટિવ આવી ચુક્યા છે તો બીજીવાર આરટી-પીસીઆર ટેસ્ટ ન કરાવો. 


બોરિસ જોનસન સાથે થયેલી બેઠકમાં PM મોદીએ ઉઠાવ્યો નીરવ મોદી અને વિજય માલ્યાનો મુદ્દો  


રેપિડ ટેસ્ટ પર ભાર આપવાની જરૂર
આઈસીએમઆરે કહ્યું કે, એન્ટીજન ટેસ્ટ બધી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કરાવવામાં આવે. આ સિવાય બધી બજારો,  RWA જેવી જગ્યાઓ પર કોરોનાનો રેપિડ ટેસ્ટ હોય. આ સુવિધા 24 કલાક મળતી રહેવી જોઈએ. 


દેશમાં વેક્સિનેશનની ગતિ વધી
ભારતમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccination) ની ગતિ ધીમે-ધીમે વધી રહી છે. દેશમાં અત્યાર સુધી 15.89 કરોડથી વધુ કોરોના વેક્સિન (Corona Vaccine) લગાવવામાં આવી ચુકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે 3 મેએ દેશમાં 17 લાખ 8 હજાર 390 વેક્સિન લગાવવામાં આવી છે. દેશમાં એક મેથી શરૂ થયેલા વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 18થી 45 વર્ષથી 4 લાખ 6 હજાર 339 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube