નવી દિલ્હી: ચામાચીડિયાને ઘણા વાયરસનું ઘર માનવામાં આવે છે. આ પહેલા નીપા વાયરસ પણ ભારતમાં ચામાચીડિયામાં જોવા મળ્યો હતો. કોરોના વાયરસ (Coronavirus) અને ચામાચીડિયાના લિંકની વાત પહેલાથી થઈ રહી છે. આઈસીએમઆર (ICMR) અને એનઆઈવી પુણે ચામાચીડિયા પર 2018થી સંશોધન કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા નિપા વાયરસની પુષ્ટી પણ આ સ્ટડીમાં થઈ છે. પરંતુ દિલચસ્પ વાત એ છે કે, હજી સુધી કોરોના વાયરસના જે સ્ટ્રેન મળ્યા છે. તેમાંથી કેટલાક સેમ્પલ એવા પણ છે જે 2018માં ભેગા કરવામાં આવ્યા, તેમાં પણ લક્ષણ મળ્યા. સ્ટડીમાં સામેલ ચામાચીડિયાના સેમ્પલ ફેબ્રુઆરી 2018થી ફેબ્રુઆરી 2020ની વચ્ચેના છે. આઈસીએમઆ અને એનઆઈવી પુણેએ 7 રાજ્યોમાથી ભેગા કર્યા હતા. બેટ્સમાં આ સ્ટડી કરવામાં આી હતી. 25 ચામાચીડિયામાં કોરોના વાયરસ પોઝિટિવ મળ્યો હતો.


ચામાચીડિયાના ટેસ્ટ પણ એજ પ્રકારે કરવામાં આવ્યા જે પ્રકારે માણસોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આરટી પીસીઆર ટેક્નીકથી ચામાચીડિયાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેના માટે ગળાથી અને મળદ્વારથી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા. આ સ્ટડી ચામાચીડિયાની ઘણી પ્રજાતીઓ પર કરવામાં આવી હતી. બે પ્રજાતીઓમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો. Rousetus પ્રજાતીથી 78 સેમ્પલ લીધા હતા જેમાંથી 4 પોઝિટિવ આવ્યા અને આ તમામ 4 ચામાચીડિયા કેરળના હતા.


Pteropus પ્રજાતીથી 508 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 21 પોઝિટિવ આવ્યા. આ 21માંથી 12 કેરળના, બે હિમાચલ પ્રદેશના, 6 પોંડીચેરી અને 1 તમિલનાડુના ચામાચીડિયા હતા. ઘણી બધી સંક્રમિત બીમારીના મામલે પહેલા પણ આ જોવા મળ્યું છે કે, આ પ્રાણીઓની કોઈને કોઈ પ્રજાતીથી થયા છે અને ચામાચીડિયામાં આ પહેલા પણ નીપા, ઈબોલા અને રેબીજ જેવી બિમારીઓના વાયરસ મળી ચુક્યા છે.


આ રાજ્યોથી મળ્યા ચામાચીડિયા
સ્ટડી માટે કેરળ, કર્ણાટક, ચંડીગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઓડિશા, પોંડીચેરી, પંજાબ, તમિલનાડું અને તેલંગાણાથી ચામાચીડિયા લાવમાં આવ્યા હતા.


ચામાચીડિયામાં મળી આવેલો કોરોના વાયરસ અને માણસોમાં સમાનતા જોવા મળી નથી. સંશોધકર્તાઓ જણાવ્યા અનુસાર આ સ્ટીડ કોરોના વાયરસની ઉત્પતિ અને તેના ફેલાવા વિશે મહત્વ સાબિત થઈ શકે છે. સ્ટડીના અનુસાર ભારતમાં ચામાચીડિયાની 117 પ્રજાતિઓ મળી આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube