નવી દિલ્હી: કોરોનાનું જોખમ ઓછું થતાની સાથે જ અલગ અલગ રાજ્યોએ અનલોકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે એને લોકોને હવે પ્રતિબંધોમાંથી રાહત મળી રહી છે. આ બધા વચ્ચે બાળકોની શાળાઓ ખોલવાની સતત માંગણી ઉઠી રહી છે. એમ્સના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયા બાદ હવે ICMR ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે પણ શાળા ખોલવાની વકીલાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકો વાયરસને પહોંચી વળવામાં સક્ષમ
બલરામ ભાર્ગવે મંગળવારે કહ્યું કે ભારતમાં શાળાઓ ફરીથી ખોલવાની શરૂઆત પ્રાઈમરી શાળાઓથી કરવી એ સમજદારીભર્યું પગલું હશે. તેની પાછળનું તેમણે તર્ક પણ જણાવ્યું અને કહ્યું કે બાળકોમાં ઓછી સંખ્યામાં રિસેપ્ટર હોય છે જેની સાથે વાયરસ સરળતાથી ચોંટી જતા હોય છે. આવામાં વયસ્કોની સરખામણીમાં બાળકો વાયરસ સંક્રમણને સારી રીતે પહોંચી વળી શકે તેમ છે. 


'એસ રિસેપ્ટર' એવા પ્રોટીન હોય છે જે કોરોના વાયરસના એન્ટ્રી ગેટ હોય છે. જેના પર વાયરસ ચોંટી જાય છે અને ઢગલો માનવ કોશિકાઓને સંક્રમિત કરે છે. જો કે ભાર્ગવે ભારપૂર્વક કહ્યું કે આ પ્રકારનું પગલું  ભરતા પહેલા વિચાર કરવો પડશે, સુનિશ્ચિત કરવું પડશે કે શાળાના શિક્ષક અને અન્ય સહાયક કર્મચારીઓનું રસીકરણ કરવામાં આવે. 


તેમણે જણાવ્યું કે ICMR ના હાલના રાષ્ટ્રીય સીરો સર્વેમાં જાણવા મળ્યું છે કે છ વર્ષથી નવ વર્ષની ઉંમરના બાળકોમાં એન્ટીબોડી 57.2 ટકા છે જે મોટા ભાગે વયસ્કો સમાન છે. અનેક જિલ્લાઓમાં કોવિડ-19ના કેસ ઘટ્યા બાદ શાળાઓ ખુલવા અંગે પૂછવામાં આવ્યું તો ભાર્ગવે કહ્યું કે વયસ્કોની સરખામણીમાં બાળકો સંક્રમણને સારી રીતે પહોંચી વળી શકે છે અને તેમનામાં ઓછી સંખ્યામાં 'એસ રિસેપ્ટર' હોય છે જેમાં વાયરસ ચોંટી જાય છે.


મંત્રી છું તે પહેલા હું એક પિતા છું, મારી પુત્રી પણ ડૉક્ટર છે: આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા


સ્ટાફના રસીકરણ પર ભાર
ભાર્ગવે કહ્યું કે કેટલાક દેશોમાં ખાસ કરીને સ્કેડેનેવિયાઈ દેશો (ડેનમાર્ક, નોર્વે, અને સ્વીડન)માં પહેલી, બીજી અને ત્રીજી લહેર દરમિયાન પ્રાઈમરી શાળાઓ બંધ કરાઈ નહતી પછી ભલે તે કોવિડની ગમે તે લહેર રહી હોય, તેમની પ્રાઈમરી શાળાઓ હંમેશા ખુલી રહી હતી. 


ICMR ના ડીજીએ કહ્યું કે 'આથી એકવાર જ્યારે ભારત ફરીથી શાળાઓ ખોલવા પર વિચાર કરશે તો તેની શરૂઆત સેકન્ડરીની જગ્યાએ પ્રાઈમરી શાળાઓથી કરવી એ સમજદારીભર્યું પગલું હશે. આ સાથે જ એ સુનિશ્ચિત કરવું પડશે કે તમામ સહયોગી કર્મચારીઓ, પછી  ભલે તે શાળા બસના ડ્રાઈવર હોય કે ટીચર, તેમને રસી મૂકવામાં આવે.'


Zydus Cadila Vaccine: ભારતને મળશે વિશ્વની પ્રથમ DNA આધારિત કોરોના વેક્સિન, ચાલી રહી છે ત્રીજા ફેઝની ટ્રાયલ


અત્રે જણાવવાનું કે આ અગાઉ એમ્સના ડાયરેક્ટરે પણ શાળાઓ ખોલવાની વકીલાત કરી હતી. તેમણે કહ્યું કે હવે શાળાઓ  ખોલવી જોઈએ પરંતુ આ કામ તે જિલ્લાઓમાં શરૂ થવું જોઈએ જ્યાં કોરોનાના કેસ ખુબ ઓછા હોય. એવા જિલ્લાઓ કે જેમા સંક્રમણ દર 5 ટકાથી પણ ઓછો છે, ત્યાં શાળાઓ ફરીથી ખોલી શકાય છે. આ સાથે તેમણે કહ્યું કે મોટાભાગના બાળકોની ઈમ્યુનિટી ખુબ મજબૂત છે અને તેઓ વાયરસને પહોંચી વળવા માટે સક્ષમ છે. 


AIIMS ના ડાયરેક્ટરે શાળાઓ ખોલવાની વાતનું કર્યું સમર્થન, કહ્યું- 'બાળકોની ઈમ્યુનિટી મજબૂત'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube