ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવ્યા એવા મચ્છર જે ડેન્ગ્યુ-ચિકનગુનિયાને કરશે ખતમ
પુડુચેરી સ્થિત ICMR-VCRC એ એડીસ એજિપ્તીની બે કોલોનિયાં વિકસાવી છે. તેઓ wMel અને wAIbB વોલબશિયા સ્ટ્રેઈનથી સંક્રમિત કરવામાં આવ્યા છે. હવે આ મચ્છરોનું નામ એડીસ એજીપ્ટી (PUD) છે. આ મચ્છરો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વાયરલ ચેપને ફેલાવશે નહીં.
નવી દિલ્હી: હાલ દેશમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે, જેણા કારણે સ્વાભાવિક રીતે રોગચાળો ફેલાય છે. ચોમાસાની સીઝન દરમિયાન ડેન્ગ્યુ-ચિકનગુનિયાના રોગ ફેલાય છે. પરંતુ સાયન્સની દુનિયામાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાને નાબૂદ કરવા અને તેણે નિયંત્રણ માટે નવા પ્રકારના મચ્છરો વિકસાવવામાં આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વેક્ટર કંટ્રોલ રિસર્ચ સેન્ટર (VCRC) એ ખાસ માદા મચ્છર વિકસાવ્યા છે. આ માદાઓ નર મચ્છરો સાથે મળીને લાર્વા પૈદા કરશે, જે ડેન્ગ્યુ-ચિકનગુનિયાને દૂર કરશે. કારણ કે આ રોગોના વાયરસ તેમની અંદર રહેશે નહીં. જ્યારે વાયરસ રહેશે નહીં તો તેના કરડવાથી મનુષ્યને ચેપ લાગશે નહીં.
પુડુચેરી સ્થિત ICMR-VCRC એ એડીસ એજિપ્તીની બે કોલોનિયાં વિકસાવી છે. તેઓ wMel અને wAIbB વોલબશિયા સ્ટ્રેઈનથી સંક્રમિત કરવામાં આવ્યા છે. હવે આ મચ્છરોનું નામ એડીસ એજીપ્ટી (PUD) છે. આ મચ્છરો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વાયરલ ચેપને ફેલાવશે નહીં. વીસીઆરસી છેલ્લા ચાર વર્ષથી આ કામમાં વ્યસ્ત છે. જેથી તેઓ વોલબશિયા મચ્છરનો વિકાસ કરી શકે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube