નવી દિલ્હી: જ્યાં એક બાજુ આખી દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન પર રિસર્ચ ચાલુ છે ત્યાં વાયરોલોજિસ્ટ ડોક્ટર ટી જેકબ જ્હોન (T Jacob John) એ જણાવ્યું કે ઓમિક્રોન, કોવિડ-19 મહામારી કરતા કઈક અલગ છે અને આથી એ માનવું જોઈએ કે બે મહામારીઓ એક સાથે ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડ-19થી અલગ છે ઓમિક્રોન!
વાયરોલોજિસ્ટ ડોક્ટર ટી જેકબ જ્હોને કહ્યું કે ઓમિક્રોન વુહાન-ડી 614જી, આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, કપ્પા કે મ્યૂ દ્વારા ઉત્પન્ન નથી અને આ સુનિશ્ચિત છે. 


ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)ના 'સેન્ટર ઓફ એડવાન્સ્ડ રિસર્ચ ઈન વાયરોલોજી' ના પૂર્વ ડાઈરેક્ટર જ્હોને કહ્યું કે 'મારા મતે તે અજ્ઞાત વંશનો એક પ્રકાર છે, પરંતુ તે વુહાન-ડી 614 જી સાથે જોડાયેલો છે. આપણે તેને મહામારીના આગળ વધતા સ્વરૂપ તરીકે જોઈશું.'


Corona: કોરોના મહામારીમાં શાળાઓ ખોલવા કે બંધ રાખવા પર વિશ્વ બેંકનું મોટું નિવેદન, ખાસ જાણો


Omicron અને કોવિડ-19થી થનારી બીમારીઓ છે અલગ
તેમણે કહ્યું કે ડી 614જી આ પ્રોટીનમાં એક અમીનો એસિડ મ્યૂટેશનને દેખાડે છે જે દુનિયાભરના સાર્સ-સીઓવી-2 વાયરસમાં ઝડપથી સામાન્ય થઈ ગયો છે. બંનેના કારણે થનારી બીમારીઓ પણ અલગ છે. એક ન્યૂમોનિયા-હાઈપોક્સિયા-મલ્ટીઓર્ગન ક્ષતિ રોગ છે, પરંતુ બીજી શ્વાસની બીમારી છે. 


શું આપણે ત્રીજી લહેરની ચરમસીમાએ પહોંચી ચૂક્યા છીએ?
એવું પૂછવામાં આવ્યું કે શું ત્રીજી લહેર પોતાની ચરમસીમાએ પહોંચી ગઈ છે કારણ કે કેટલીક જગ્યાએ કેસ ઓછા થવા લાગ્યા છે, તો જ્હોને કહ્યું કે મહાનગરોમાં પહેલા સંક્રમણ શરૂ થયું હતું અને પહેલા ખતમ થશે. તેમણે કહ્યું કે તમામ સાથે આ એક રાષ્ટ્રીય મહામારી છે.


નેપાળે ફરી કર્યું ન કરવાનું કામ, ભારતના આ વિસ્તારો પર ઠોક્યો પોતાનો દાવો 


અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના ખુબ ચેપી વેરિએન્ટ ઓમિક્રોનથી ભારતમાં કોવિડ-19 મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.58 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે ઓમિક્રોનના કુલ 8209 કેસ અત્યાર સુધીમાં નોંધાયેલા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube