ICSE Result 2022 Release: ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન  (ICSE) બોર્ડ આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરશે. આ જ જાણકારી ICSE બોર્ડના એક વરિષ્ઠ  અધિકારીએ આપી છે. પરિણામ આજે સાંજે 5 વાગે જાહેર થશે. ICSE ક્લાસ 10ના વિદ્યાર્થીઓ અધિકૃત વેબસાઈટ cisce.org પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. વેબસાઈટ ઉપરાંત SMS દ્વારા પણ વિદ્યાર્થીઓ ક્લાસ 10નું પરિણામ ચેક કરી શકે છે. આ  સિવાય કરિયર પોર્ટલ ઉપર જઈને પણ ICSE ક્લાસ 10નું પરિણામ જોઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICSE ધોરણ 10નું આ રીતે ચેક કરી શકશો પરિણામ
ICSE ધોરણ 10નું પરિણામ ચેક કરવા માટે સૌથી પહેલા બોર્ડની અધિકૃત વેબસાઈટ cisce.org પર જાઓ. ત્યારબાદ  ICSE Result 2022 ની લિંક પર ક્લિક કરો. ત્યારબાદ માંગવામાં આવેલી જાણકારીઓ ભરો અને સબમિટ કરો. હવે તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે. તમે રિઝલ્ટ ડાઉનલોડ કરીને પીડીએફમાં સેવ કરી શકો છો. કે પ્રિન્ટ પણ લઈ શકો છો. 


રિઝલ્ટ એસએમએસ દ્વારા પણ ચેક કરી શકાય
ICSE ના ચીફ એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી આરાથૂને કહ્યું કે ICSE ધોરણ 10નું પરિણામ 17 જુલાઈ સાંજે 5 વાગે જાહેર કરવામાં આવશે. બોર્ડની અધિકૃત વેબસાઈટ ઉપરાંત વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા પણ પરિણામ જોઈ શકશે. 


બંને સેમિસ્ટરને સરખું વેઈટેજ
અત્રે જણાવવાનું કે ICSE બોર્ડે ક્લાસ 10ના પરિણામમાં પહેલા અને બીજા સેમિસ્ટરને સરખું વેઈટેજ આપ્યું છે. જે વિદ્યાર્થી પહેલા કે બીજા સેમિસ્ટર એટલે કે બંનેમાંથી એકમાં પણ હાજર નહીં હોય તો તે ગેરહાજર ગણાશે. આવા વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર નહીં થાય. આરાથૂને કહ્યું કે જે ઉમેદવાર સેમિસ્ટર એક કે બે ની પરીક્ષામાં હાજર નહીં હોય તે ગેરહાજર ગણાશે અને તેમના પરિણામ જાહેર કરાશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube