Praveen Nettaru Murder Case: સીએમ બોમ્માઈએ કહ્યું- અશાંતિ ન ફેલાવો, જરૂર પડશે તો `યોગી મોડલ` શરૂ કરીશું
Karnataka cm Basavaraj Bommai: BJP કાર્યકર્તા પ્રવીણ નેટારૂની હત્યા બાદ ઉભા થયેલા તણાવને લઈને મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ સ્પષ્ટ કહ્યું કે જો અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો યુપીનું યોગી મોડલ અપનાવીશું.
નવી દિલ્હીઃ દક્ષિણ કન્નડ જિલ્લામાં ભારતીય જનતા યુવા મોર્ચાના એક સભ્ય પ્રવીણ નેટ્ટારૂની હત્યા બાદ ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવાર (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને તેની સાથે જોડાયેલા સંગઠન) ના કેટલાક ઘટકો દ્વારા કર્ણાટક સરકાર પાસે 'યોગી મોડલ' લાગૂ કરવાની માંગ કરી છે. તેના પર મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ગુરૂવારે કહ્યુ કે જો સ્થિતિની માંગ થઈ તો ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી સરકારના યોગી મોડલને રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા રાષ્ટ્ર વિરોધી અને સાંપ્રદાયિક તત્વોનો સામનો કરવા માટે અપનાવી શકાય છે.
મુખ્યમંત્રી યોગી ચલાવી દે છે બુલડોઝર
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ગુરૂવારે મુખ્યમંત્રી તરીકે એક વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો. આ તકે તેમણે પોતાની સરકારને સોમાંથી પૂરા 100 માર્ક આપ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું- ઉત્તર પ્રદેશની સ્થિતિ જોતા યોગી (આદિત્યનાથ) યોગ્ય મુખ્યમંત્રી છે. આ પ્રકારે કર્ણાટકમાં સ્થિતિનો સામનો કરવા માટે અલગ રીત છે અને તે બધાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો સ્થિતિની માંગ હશે તો કર્ણાટકમાં પણ સરકારના યોગી મોડલને અપનાવશે. તેઓ જે 'યોગી મોડલ' ટાંકી રહ્યા છે તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આવા તત્વો અને માફિયાઓ સામે બુલડોઝરનો ઉપયોગ સહિતની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સામે લેવામાં આવેલા કડક પગલાંનો ઉલ્લેખ કરે છે.
આ પણ વાંચોઃ Remark on Rashtrapati: મહિલા આયોગનું કડક વલણ, અધીર રંજન ચૌધરીને રજૂ થવાનો આદેશ
BJP અને સંઘે લગાવ્યો આરોપ
ઉલ્લેખનીય છે કે યુવા મોર્ચાના કાર્યકર્તાની હત્યાથી નારાજ ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવારના ઘટકોનો આરોપ છે કે રાજ્ય સરકાર હિન્દુ કાર્યકર્તાનો જીવ બચાવવા માટે ઉભી થઈ રહી નથી.
મુખ્યમંત્રીએ તમામ કાર્યક્રમ રદ્દ કર્યા
દક્ષિણ કન્નડ જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાની હત્યાને ધ્યાનમાં રાખી બોમ્મઈએ તેમની સરકારના એક વર્ષ અને ભાજપ શાસનના ત્રણ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં આયોજીત તમામ કાર્યક્રમ રદ્દ કરી દીધા છે. આ હેઠળ 'જનોત્સવ' નામથી દોડબલ્લાપુરમાં એક વિશાળ રેલીનું આયોજન થવાનું હતું, જેને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સંબોધિત કરવાના હતા.
આ પણ વાંચોઃ SSC Scam: પહેલા મંત્ર પદ છીનવાયું, હવે પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા પાર્થ ચેટર્જી
કાયદો વ્યવસ્થા સાથે સમજુતી નહીં
ઉલ્લેખનીય છે કે જિલ્લા ભાજપ યુવા મોર્ચા સમિતિના સભ્ય પ્રવીણ નેત્તરની મંગળવારે રાત્રે દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારેમાં હત્યા કરી દેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકારે આ હત્યાકાંડને ગંભીરતાથી લીધો છે અને તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે પાંચ ટીમની રચના કરવામાં આવી છે. ટીમને કેરલ પણ મોકલવામાં આવી છે. અધિકારીઓ પોતાનું કામ કરી રહ્યાં છે. અમને વિશ્વાસ છે કે દોષીતોની જલદી ધરપકડ કરી લેવામાં આવશે અને તેને સજા આપવામાં આવશે.
મુખ્યમંત્રી બોમ્મઈએ કહ્યુ કે, કાયદો વ્યવસ્થા સાથે કોઈ સમજુતી કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું- અમે રાષ્ટ્ર વિરોધી અને સાંપ્રદાયિક તાકાતો દ્વારા કરવામાં આવેલા સંગઠિત અપરાધ વિરુદ્ધ જંગ શરૂ કર્યો છે અને તેના પરિણામ જનતાની સામે આવશે. સાથે તેમણે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube