લખનઉ: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવપાલ યાદવ (Shivpal Yadav) એ મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું કે જો અખિલેશ યાદવ (Akhilesh Yadav) એ મુલાયમ સિંહ (Mulayam Singh Yadav) ની વાત માની નહી તો 2022 ની વિધાનસભા ચૂંટણીમાં મુલાયમ સિંહ તેમની એટલે કે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી માટે પ્રચાર કરશે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'અખિલેશ ગઠબંધનની વાત માનશે નહી તો થશે નુકશાન'
યૂપી ચૂંટણી (UP Election)પહેલાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવપાલ યાદવ (Shivpal Yadav)પોતાની સામાજાનિક પરિવર્તન યાત્રાને લઇને અમરોહા પહોંચ્યા. અમરોહામાં શિવપાલ યાદવે કયું કે 'વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ગઠબંધનને લઇને જો મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav)ની વાત સાંભળી નહી તો તેમની આ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીનો પ્રચાર કરશે નહી.  

Indian Railways: આજથી બદલાઇ જશે રેલવેનો મોટો નિયમ, ટિકિટ બુક કરાવતાં પહેલાં જાણી લો નહી તો થશે સમસ્યા


સમાન વિચારધારા વાળી પાર્ટીઓ સાથે શિવપાલ યાદવની અપીલ
આ સાથે જ શિવપાલ યાદવે સમાન વિચારધારાવાળા તમામ રાજકીય પક્ષો સાથે 2022 ના ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે એકજૂટ થવાની અપીલ કરી. ગાજિયાબાદમાં સંવાદદાતાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે અખિલેશ યાદવ નીત સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરવું તેમની પ્રાથમિકતા હશે. 


શિવપાલ યાદવની સામાજિક પરિવર્તન યાત્રા 2022 
તમને જણાવી દઇએ કે શિવપાલ યાદવ (Shivpal Yadav)એ યૂપી વિધાનસભા ચૂંટણી પહેલાં 12 ઓક્ટોબરના રોજ મથુરાથી સામાજિક પરિવર્તન યાત્રા 2022ની શરૂઆત કરી હતી. શિવપાલ યાદવે કહ્યું કે ભાજપ સરકાર જાતિ અને ધર્મના નામે ભેદભાવથી કામ કરી રહી છે. એક ધર્મ વિશેષ ભયમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube