નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસને તેની આશાઓ મુજબ સીટો નહીં મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જો કે જાણકારોનું માનવું છે કે પાર્ટી જો 100નો આંકડો પાર કરે તો પાર્ટી માટે અને અધ્યક્ષ રાહુલ ગાંધી માટે થોડી સહજ સ્થિતિ પેદા થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો ગત લોકસભા ચૂંટણીમાં અર્શથી ફર્શ પર પહોંચ્યા બાદ આ વખતે સીટોની સદી ફટકારવી કોંગ્રેસ માટે નિશ્ચિત રીતે પડકારભર્યું લક્ષ્ય છે. બીજી બાજુ દોઢ વર્ષ અગાઉ પાર્ટીની કમાન સંભાળનારા રાહુલના નેતૃત્વની પણ પરિક્ષા છે. જો કે પાર્ટીનું માનવું છે કે કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ખુબ સારું પ્રદર્શન કરશે. 


મતગણતરી શરૂ થવાના ગણતરીના કલાકો અગાઉ ECએ વિરોધ પક્ષોને આપ્યો મોટો આંચકો


કોંગ્રેસ 2014ની સામાન્ય ચૂંટણીમાં 44 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. પાર્ટીનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. ચૂંટણી પૂર્વે અને ચૂંટણી બાદના સર્વેક્ષણોમાં કોંગ્રેસની સીટોમાં વધારાની વાત કરવામાં આવી રહી છે. જો કે પાર્ટી સરળતાથી સત્તા સુધી પહોંચે તેવું કોઈ પૂર્વાનુમાન નથી. જાણકારોનું માનીએ તો કોંગ્રેસ માટે સહજ સ્થિતિ એ હશે કે તે 100ના આંકડા સુધી પહોંચે, પરંતુ જો આમ ન થાય તો ફરી રાહુલ ગાંધીના નેતૃત્વ ઉપર પણ સવાલ ઉભા થશે. 


સીએસડીએસના ડાઈરેક્ટર સંજયકુમાર કહે છે કે "આ ચૂંટણી કોંગ્રેસ અને રાહુલ ગાંધી બંનેના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. મારું માનવું છે કે જો કોંગ્રેસ 100 બેઠકોની નજીક પહોંચે તો તેના માટે સંતોષજનક સ્થિતિ હશે." તેમણે કહ્યું કે "રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્ય માટે પણ આ ચૂંટણી ખુબ મહત્વની છે. તેમના રાજકીય ભવિષ્યને ધ્યાનમાં રાખીને બે વાતો જરૂરી છે કે તેઓ અમેઠીથી પોતે જીતે અને કોંગ્રેસ લગભગ 100 બેઠકો જીતે."


છેલ્લા પાંચ વર્ષના સફમાં કોંગ્રેસે અનેક હારનો સામનો કર્યો પરંતુ ગત વર્ષ નવેમ્બર-ડિસેમ્બરમાં 3 રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસની જીતે પાર્ટીની લોકસભા ચૂંટણી માટેની આશાઓને તાકાત આપવાનું કામ કર્યું. એ વાત અલગ છે કે પાર્ટી હવાના તે રૂખને જાળવી શકી નહીં અને પુલવામા બાદના રાજકીય હાલાતે તેના માટે મુશ્કેલ પડકારો ઊભા કરી દીધા. આમ તો પાર્ટીના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસ આ ચૂંટણીમાં ખુબ સારું પ્રદર્શન કરશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...