કર્ણાટક ચૂંટણીમાં જો કોંગ્રેસને બહુમતિ નહી મળે તો JDSનો હશે આ પ્લાન
કર્ણાટક ચૂંટણી માટે મતદાન થઇ ચૂક્યું છે. કર્ણાટક વિધાનસભા માટે 70 ટકાથી વધુ વોટર્સે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 224 સીટો માટે મતદાન થયું. વોટિંગ બાદ અલગ-અલગ ચેનલો એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાના આસાર જોવા મળે છે.
નવી દિલ્હી: કર્ણાટક ચૂંટણી માટે મતદાન થઇ ચૂક્યું છે. કર્ણાટક વિધાનસભા માટે 70 ટકાથી વધુ વોટર્સે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 224 સીટો માટે મતદાન થયું. વોટિંગ બાદ અલગ-અલગ ચેનલો એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાના આસાર જોવા મળે છે. સાત એક્ઝિટ પોલમાંથી કઇ પાર્ટીને બહુમત મળતી દેખાતી નથી. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં દેવગૌડાની પાર્ટી જેડીએસ કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપ સત્તા માટે જરૂરી બહુમત પહોંચી શકશે નહી.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કુલ 224 સીટો છે અને બહુમત માટે 112 સીટો જરૂરી છે. એવામાં જ્યારે કોઇને પણ બહુમત મળતી દેખાતી નથી તો જેડીએસનું વલણ પરિણામ જાહેર થયા બાદ શું રહેશે. જેડીએસના પ્રવક્તા દાનિશ અલીનું કહેવું છે કે પરિણામો બાદ કોંગ્રેસની જવાબદારી વધુ રહેશે, તે સમર્થન માટે પ્રયત્ન કરે. એક્ઝિટ પોલમાં જેડીસ ત્રીજા નંબરની પાર્ટી દેખાઇ રહી છે. જેની ભવિષ્યવાણી પહેલાં પણ કરવામાં આવી હતી. પરંતુ તે એવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
મધર્સ ડે સ્પેશિયલ: ઘરડાં મા-બાપને તરછોડનાર સંતાનોને 6 મહિના જેલ મોકલશે મોદી સરકાર
સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી એમ કહે છે કે જેડીએસ આ ચૂંટણીમાં ભાજપની બી ટીમની માફક કરી રહી છે. જોકે દેવગૌડા પોતે આ પ્રકારનો આરોપ નકારતા રહ્યા. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી ભાજપા અને કોંગ્રેસ બંનેને હરાવશે. આ સાથે જ તે કોઇને સમર્થન કરશે નહી. એનડીટીવીના રિપોર્ટ અનુસાર જેડીએસના જનરલ સેક્રેટરી અને પ્રવક્તા દાનિશ અલીએ એક્ઝિટ પોલ પર જવાબ આપતાં કહ્યું કે ભાજપ સાથે જવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી, જો કોંગ્રેસને 100થી ઓછો સીટ મળે છે, તો આ કોંગ્રેસની જવાબદારી છે. તેને 2019ની ચૂંટણી કેવી રીતે લડવી છે. આ ફક્ત જેડીએસની એકલાં જ જવાબદારી નથી કે તે દર વખતે પોતાના ધર્મનિરપેક્ષ હોવાનો પુરાવો આપી રહી છે.
રજાઓમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા કામના માટે છે આ ન્યૂઝ
કોંગ્રેસથી જેડીએસથી ફરિયાદ
ભલે જેડીસ કોંગ્રેસના પ્રત્યે નરમ વલણ બતાવતી રહી હોય, પરંતુ તેના વ્યવહારથી ખુશ પણ નથી. દાનિશ અલીનું કહેવું છે કે ભાજપા વિરૂદ્ધ હંમેશા જેડીએસે કોંગ્રેસની મદદ કરી છે. પરંતુ તેના બદલામાં અમે કોંગ્રેસ પાસે ક્યારેય તે પ્રકારની મદદ મળી નથી. દાનિશ અલી કહે છે કે કોંગ્રેસ પોતાની પૂરી ઉજા ક્ષેત્રી દળોને ખતમ કરવામાં લાગી રહી છે. જો આમ નહી થાય તો આજે તે 20 રાજ્યોમાં પોતાની સત્તા કેમ ગુમાવી દેતી.