નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ સહિત અનેક બેઠકો પર હારના પગલે ભાજપની ચૂંટણી રણનીતિ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યો, ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવા છતાં કેમ ભાજપ સારું પ્રદર્શન ના કરી શક્યું. આ અંગે ભાજપના કેટલાંક પૂર્વ સાંસદો સામે આવ્યા અને પોતાના પરાજય માટે પાર્ટીના કેટલાંક નેતાઓ સામે દોષનો ટોપલો ઢોળ્યો ત્યારે શું પાર્ટીના નેતાઓનો વિશ્વાસઘાત મોટું કારણ રહ્યું? કેમ યૂપીમાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું? જોઈશું આ રિપોર્ટમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદી જીતી ગયા.  ભાજપ જીતી ગયું.  NDA જીતી ગયું તો પછી હાર્યુ કોણ?. શું ઉત્તર પ્રદેશ હાર્યુ. તો પછી મોદીનું નામ હાર્યુ, યોગીનું કામ હાર્યુ?. 


4 જૂને આવેલા પરિણામોથી સૌથી મોટો ઝટકો ઉત્તર પ્રદેશમાં ભાજપને લગ્યો. કેમ કે ભાજપે ઉત્તર પ્રદેશમાં 2014ની ચૂંટણીમાં 71 બેઠક જીતી હતી. જ્યારે 2019ની ચૂંટણીમાં 62 બેઠક જીતી હતી તો 2024ની ચૂંટણીમાં ભાજપની સીટ ઘટીને 33 પર આવી ગઈ.


જેના કારણે પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે કેમ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં આટલું ખરાબ પ્રદર્શન કર્યુ. અયોધ્યા જે વિસ્તારમાં આવે છે તે ફૈઝાબાદ બેઠક પણ ભાજપ જીતી ન શકયુ. ઉત્તર પ્રદેશમાં ફતેહપુર બેઠક પરથી ભાજપના પૂર્વ સાંસદ નિરંજન જ્યોતિએ મોરચો ખોલ્યો અને પાર્ટીના નેતાઓએ વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો....


આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીએ છોડ્યો કોંગ્રેસનો સાથ, દિલ્હીમાં હાર બાદ કરી મોટી જાહેરાત


ઉત્તર પ્રદેશની ઉન્નાવ બેઠક પરથી વિજેતા ઉમેદવાર અને સાંસદ સાક્ષી મહારાજે પાર્ટીને અરીસો બતાવતાં કહ્યું કે યૂપીમાં ચૂંટણીના પરિણામોથી જે રાજકીય પરિદ્રશ્ય સામે આવ્યું છે. તેના પર પાર્ટી જ નહીં પરંતુ દેશ અને પ્રદેશના લોકોએ ચિંતન કરવું જોઈએ. પ્રદેશની જનતાએ સપાનું શાસન અને ગુંડારાજ જોયું છે. સપા સરકારમાં આ જ નારો હતો કે ખુલી દુકાન અમારી, બંધ તમારી. પત્રકારો પર હુમલા થતા હતા. જે કામ પીએમ મોદીએ કર્યુ તેને  અનુરુપ તેમને આશીર્વાદ મળ્યા નથી જે ખરેખર મોટી ચિંતાની વાત છે.


યુપીમાં ભાજપના સાથીદાર પાર્ટીના નેતા સંજય નિષાદ પણ સામે આવ્યા અને રાજ્યમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે ભાજપના નેતાઓને જવાબદાર ગણાવ્યા. ઉત્તર પ્રદેશમાં ભાજપને ઓછી બેઠક મળતાં કેટલાંક સવાલો થઈ રહ્યા છે...


જો બંધારણ મુદ્દો હોત તો બીજેપી 240 બેઠક જીતી શકત?
જો લોકતંત્ર મુદ્દો હોત તો બીજેપી વારાણસી બેઠક જીતી શકત?
જો બેરોજગારી મુદ્દો હોત તો ત્રીજીવાર સરકાર બનત?
જો ખેડૂતો મુદ્દો હોત તો એમપીમાં 29માંથી 29 બેઠક આવત?
જો મહિલા સુરક્ષા મુદ્દો હોત તો કૈસરગંજ બેઠક બીજેપી જીતી શકત?


જો આ મુદ્દા નહોતા તો પછી થયું શું?. અખિલેશ યાદવે ખુલાસો કર્યો કે  સ્થાનિક સ્તરે ભાજપની સરકારે કામથી નારાજ લોકોએ તેમના વિરોધમાં મતદાન કર્યુ. ઉત્તર પ્રદેશમાં જે પ્રમાણે પરિણામ આવ્યું છે તેના પરથી એવું લાગે છે કે બે યુપીના છોકરાઓએ કમાલ કરી નાંખી. તો ભાજપના રામ મંદિરનો મુદ્દો, માફિયાઓ સામે કાર્યવાહી સહિતના મુદ્દા ન ચાલ્યા. પરિણામે ભાજપને સૌથી મોટું નુકસાન થયું અને ઈન્ડિયા ગઠબંધનને સૌથી મોટો ફાયદો થયો.


UPમાં ભાજપને ઝટકો
ભાજપના ખરાબ પ્રદર્શન માટે કોણ જવાબદાર?
પાર્ટીના નેતાઓએ જ કર્યો મોટો વિશ્વાસઘાત!
પક્ષપલટુ નેતાઓને ટિકિટ આપવી પડી ગઈ ભારે
કરોડોના વિકાસકાર્યો છતાં કેમ મળ્યો પરાજય?
ભાજપને નુકસાન, ઈન્ડિયા ગઠબંધનને ફાયદો