જો NDAને બહુમત નહીં મળે તો વિરોધ પક્ષો તાબડતોબ ઉઠાવશે `આ` પગલું
કોંગ્રેસ અને અન્ય અનેક વિરોધ પક્ષો ગુરુવારે ચૂંટણી પરિણામોની સ્પષ્ટ તસવીર સામે આવતાની સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે જઈને સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે.
નવી દિલ્હી: કોંગ્રેસ અને અન્ય અનેક વિરોધ પક્ષો ગુરુવારે ચૂંટણી પરિણામોની સ્પષ્ટ તસવીર સામે આવતાની સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે જઈને સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મંગળવારે કોંગ્રેસ સહિત 22 વિરોધ પક્ષોના નેતાઓની એક મહત્વની બેઠક યોજાઈ જેમાં નિર્ણય લેવાયો કે આ પક્ષોના નેતાઓ સતત એક બીજાના સંપર્કમાં રહેશે અને જો એનડીએ બહુમતના આંકડાથી દૂર રહેશે તો ભાજપ સિવાયના પક્ષો સરકાર બનાવવાની દિશામાં તત્કાળ પગલું ભરશે.
જો NDAને બહુમત ન મળે તો આ 3 'સાથી' મોદીને ફરી PM બનવામાં કરી શકે છે મદદ
'વિરોધ પક્ષોના નેતાઓ સતત એકબીજાના સંપર્કમાં રહેશે'
વિરોધ પક્ષોના નેતાઓની આ યોજનાથી માહિતગાર એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે 'વિરોધ પક્ષોના નેતાઓ સતત એકબીજાના સંપર્કમાં રહેશે. જો એનડીએ બહુમત ન મેળવે તો તેવી સ્થિતિમાં તત્કાળ રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો દાવો રજુ કરવામાં આવશે.'
જુઓ LIVE TV