નવી દિલ્હી : 2019 લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી બિહારમાં એનડીએમાં ચાલી રહેલી ઉથલ પાથલની વચ્ચે વિપક્ષ કોંગ્રેસે કહ્યું કે, જો બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, ભાજપનો સાથ છોડવાનો નિર્ણય કરે છે તો તેમને મહાગઠબંધનમાં પરત લેવા માટે તેઓ સહયોગી દળોની સાથે વિચાર કરશે. કોંગ્રેસનું આ નિવેદન તેવા સમય આવ્યું છે જ્યારે હાલનાં દિવસોમાં આગામી લોકસભા ચૂંટણીમાં સીટોના તાલમેલ સંદર્ભમાં જદયુ અને ભાજપની વચ્ચે કેટલાક વિરોધાભાસી નિવેદન આવ્યું છે. જેના કારણે આ ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે બંન્ને દળોની વચ્ચે બધુ જ યોગ્ય નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NDAમાં ખેંચતાણ
નીતીશ કુમારની પાર્ટી જદયુએ કહ્યુ કે, તે રાજ્યની 40 લોકસભા સીટોમાંથી 25 પર ચૂંટણી લડશે અને બાકી 15 સીટો ભાજપ માટે છોડી દેશે. જો કે જદયુએ આ ગણત્રીમાં એનડીએનાં અન્ય સહયોગીઓ રામવિલાસ પાસવાનની લોજપા અને ઉપેન્દ્ર કુશવાહાની રાલોસપામાં સમાવવામાં નહોતી આવી. લોજપાના છ અને રાલોસપાના ત્રણ લોકસભા સભ્ય છે. સીટોના મુદ્દે ઉપજી રહેલી ખેંચતાણના કારણે કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા ને ખાસા નારાજ હોવાનું જણાવાઇ રહ્યું છે. તેઓ સાત જુને પટનામાં એનડીએની ડિનર ડિપ્લોમસીના નામે આયોજીત રાત્રીભોજનમાં પણ ભાગ આવ્યા નહોતા.


કોંગ્રેસ કરશે વિપક્ષી આગેવાની
કોંગ્રેસના બિહાર પ્રમુખ શક્તિસિંહ ગોહીલે રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહાનો ઉલ્લેખ કરતા દાવો પણ કર્યો કે બિહારમાં એવી સામાન્ય ધારણા બની ચુકી છે કે નરેન્દ્ર મોદી સરકારનાં પછાત અને અતિપછાત વર્ગની વિરુદ્ધ છે. એવામાં પછાતો અને અતિપછાતોની રાજનીતિ કરવાના લોકો પાસે ભાજપનો સાથ છોડવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે, ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તર પર બનનારા ગઠબંધનનું નેતૃત્વ સ્વાભાવિક રીતે કોંગ્રસ પાસે હશે. આગામી લોકસભા ચૂંટણીમાં દેશની જનતાને રાહુલ ગાંધીના નેતૃત્વમાં નરેન્દ્ર મોદીને હરાવશે.