આર્ટિકલ 370 રદ્દ થશે તો J&K અને ભારત સંઘનો સંબંધ સમાપ્ત થઇ જશે: મહેબુબા
મહેબુબા મુફ્તીએ કહ્યું કે, અનુચ્છેદ 370 ભારત સંઘ અને રાજ્યોની વચ્ચે રહેલો એક સેતુ છે
શ્રીનગર : પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવાની ભલામણ કરવા નાણામંત્રી અરૂણ જેટલી પર વળતો પ્રહાર કરતા શનિવારે કહ્યું કે, સંવિધાનના અનુચ્છેદ 370ને રદ્દ કરવામાં આવે તો ભારત સંઘ અને રાજ્યની વચ્ચે સંબંધ સમાપ્ત થઇ જશે. મહેબુબાએ અહીં પોતાની આવાસ પર પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, જેટલીને તે સમજવું જોઇએ. તે કહેવું સરળ નથી. જો તમે અનુચ્છેદ 370 ખતમ કરો છો તો જમ્મુ કાશ્મીરની સાથે તમારા સંબંધ સમાપ્ત થઇ જશે.
શશિ થરુરનાં ટ્વીટ અંગે વિવાદ, ભાજપ અને સીપીએમએ માફીની માંગ કરી
જેટલીએ મંગળવારે ગુરૂવારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવાની ભલામણ કરતા કહ્યું હતું કે, અનુચ્છેદ 35એ જે જમ્મુ કાશ્મીરમાં બિન-સ્થાયી નિવાસીઓને સંપત્તી ખરીદવા પર પ્રતિબંધ લગાવે છે તે સંવૈધાનિક રીતે દોષપુર્ણ છે અને રાજ્યનાં આર્થિક વિકાસને અટકાવી રહ્યા છે.
સામાન્ય નાગરિકો ફ્રીમાં જોઇ શકશે રોકેટ લોન્ચિંગ, ઇસરોએ બનાવ્યું સ્ટેડિયમ
તેમણે કહ્યું કે, જો તમે ભારતના સંવિધાનમાં અમને એક વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યો છે અને તમે તે દરજ્જાને તોડો છો તો અમે પુનર્વિચાર કરવું પડશે કે શું આપણે તમારી સાથે શર્ત વગર જ રહેવા માંગીએ છીએ કે નહી.
આ અગાઉ નેશનલ કોન્ફરન્સનાં નેતા મોહમ્મદ અબ્દુલ્લા વાની અને અવામી ઇન્સાફ પાર્ટી પ્રમુખ ગુલામ અહેમદ શેખ સલુરા પોતાના સમર્થકોની સાથે પીડીપીમાં જોડાઇ ગયા હતા. મહેબુબા અને પાર્ટી સંરક્ષક મુજફ્ફર હુસૈન બેગે વાણી અને સલુરાના પાર્ટીમાં સ્વાગત કર્યું.