Flat Re-Construction : ઘણી વખત એવું બને છે કે બિલ્ડરો ઘર ખરીદનારાઓને નબળી ગુણવત્તાના પ્રોડક્ટ સાથે ફ્લેટ સોંપી દે છે. ઘર ખરીદનારાઓને ચમકતી ઈમારત જોઈને બિલ્ડર ખરાબ કવોલિટીની પ્રોડક્ટસ પધરાવશે એમ માનતા પણ નથી. જ્યારે તમે આ પ્રકારનો વિરોધ કરો તો બિલ્ડરો ચોખ્ખી ના પાડતા હોય છે. તમારી સાથે આવું થાય તો તમે ફરીથી ફ્લેટ બનાવી આપવાની માંગ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બળી ગુણવત્તાનો ફ્લેટ આપે તો તમારે શું કરવું જોઈએ?
દિલ્હી-એનસીઆર સહિત દેશના તમામ મેટ્રો શહેરોમાં, મોટાભાગના લોકોનું પોતાનું ઘર રાખવાનું સપનું ફ્લેટ દ્વારા પૂર્ણ થાય છે. આમાં સૌથી મોટી સમસ્યા એ છે કે મોટા ભાગના ઘર ખરીદનારાઓને ખબર નથી હોતી કે બિલ્ડર જે ફ્લેટ તેમને સોંપી રહ્યો છે તેમાં કઈ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક ઇમારત જે ચમકતી હોય અને બહારથી માર્બલથી જડેલી હોય તે ખરેખર નબળી ગુણવત્તાને કારણે અંદરથી ખોખલી હોઈ શકે છે. આ પ્રકારની ઇમારત માત્ર તમારા પૈસાની લૂંટ જ નથી, પરંતુ જીવન માટે જોખમ પણ છે. જો બિલ્ડર તમને આવી જ રીતે છેતરે અને તમને નબળી ગુણવત્તાનો ફ્લેટ આપે તો તમારે શું કરવું જોઈએ? ખરેખર, NCRમાં અત્યાર સુધીમાં આવા બે કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. પ્રથમ નોઈડામાં આવ્યો છે. જ્યાં સુપરટેકના ટ્વીન ટાવરને ઓગસ્ટ 2022 માં ખોટા અને નબળા બાંધકામને કારણે તોડી પાડવામાં આવ્યા હતા. તાજેતરનો મામલો ગુરુગ્રામનો છે, જ્યાં નબળા બાંધકામને કારણે ચિન્ટેલ પેરાડાઈઝો હાઉસિંગ કોમ્પ્લેક્સના 5 ટાવર તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ટાવર્સમાં 15 થી 18 માળના ફ્લેટ છે. નબળી ગુણવત્તાના કારણે તોડી પાડવામાં આવતા આ ફ્લેટની જગ્યાએ બિલ્ડરો ખરીદદારો માટે નવા ફ્લેટ બનાવશે.


ફ્લેટ પુનઃનિર્માણ શું છે?
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફ્લેટ રિ-કન્સ્ટ્રક્શન એ એક નવો શબ્દ છે. વાસ્તવમાં, જો બિલ્ડરની નબળી ગુણવત્તાને કારણે ફ્લેટ અથવા મકાન જીવલેણ અથવા જોખમી બની ગયું હોય, તો રિયલ એસ્ટેટ કાયદા અનુસાર, બિલ્ડરે તે બિલ્ડિંગ અથવા ફ્લેટને ફરીથી બનાવવા પડે છે. અગાઉ બિલ્ડરો આ પ્રકારની રમતથી છટકી જતા હતા, પરંતુ રેરાનો કાયદો લાગુ થયા બાદ આ પ્રકારના બાંધકામ કરનારા બિલ્ડરો પર કાયદાનો દોર સખ્ત થઈ ગયો છે. આ પ્રક્રિયાને ફ્લેટ રિ-કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. ગુરુગ્રામની ચિન્ટેલ પેરેડાઇઝ સોસાયટીમાં પણ બિલ્ડરે નબળી ગુણવત્તાના 5 ટાવર બનાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ સોસાયટીના D, E, F, G અને H ટાવર તોડીને ફરીથી બનાવવાનો આદેશ જારી કર્યો છે. સ્વાભાવિક રીતે જ આ ફ્લેટને જીવલેણ અને જોખમી જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ, પ્રશ્ન એ ઊભો થાય છે કે ઘર ખરીદનાર ફ્લેટના પુનઃનિર્માણની માંગ કેવી રીતે કરી શકે?


રિ કન્સ્ટક્શન કાયદો શું છે?
રિયલ એસ્ટેટ બાબતોના નિષ્ણાતના જણાવ્યા અનુસાર, જો કોઈ ઘર ખરીદનારને લાગે છે કે તેને આપવામાં આવેલ ફ્લેટ નબળી ગુણવત્તાનો છે તો તે રિયલ એસ્ટેટ કાયદાની મદદ લઈ શકે છે. આ માટે તમારો અવાજ બે રીતે ઉઠાવી શકાય છે.


રેરામાં ફરિયાદ કરો 
ઘર ખરીદનાર રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (RERA)માં ફરિયાદ કરી શકે છે. સેવામાં ઉણપ અંગે રેરા હેઠળ નિયમ છે. આ નિયમ દ્વારા, ઘર ખરીદનારાઓ રેરામાં નબળા બાંધકામની ફરિયાદ કરી શકે છે અને ઓડિટની માંગ કરી શકે છે.


ઓથોરિટીને ફરિયાદ કરો
ઘર ખરીદનાર માટે અન્ય વિકલ્પ સંબંધિત ઓથોરિટીને ફરિયાદ કરવાનો અને ઘરના ઓડિટની માંગ કરવાનો છે. એકવાર ઓડિટ સાબિત થાય કે બિલ્ડરે નબળી ગુણવત્તાનો ફ્લેટ બાંધ્યો છે, પછી તમે તેના પુનઃનિર્માણની માંગ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube