શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થવાથી દેશ ખુબ આક્રોશમાં છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પણ આ હુમલાથી એકદમ કાળઝાળ છે. વિસ્ફોટકો ભરેલા કાર દ્વારા CRPFની બસને આત્મઘાતી હુમલામાં ઉડાવી દેવાની ઘટના માટે સ્વામીએ 2014માં સરકાર તરફથી બદલાયેલા એક નિયમને જવાબદાર ઠેરવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરિષ્ઠ નેતા અને વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યું કે વર્ષ 2014માં સરકારે નિયમમાં ફેરફાર કરતા ચેક પોઈન્ટ પર કોઈ પણ વાહનને રોકવાનો કે તેના પર બળ પ્રયોગ કરવાનો અધિકાર સુરક્ષાદળો પાસેથી છીનવી લીધો હતો. આ જ કારણે વિસ્ફોટક ભરેલી કાર સીઆરપીએફની બસ પાસે પહોંચી અને દેશે આટલું મોટું નુકસાન સહન કરવું પડ્યું. 


તેમણે જણાવ્યું કે સરકાર આ આદેશ એટલા માટે લાવી હતી  કારણ કે સેનાના કેટલાક જવાનોએ એક મારુતિ કાર પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ જવાનો પર કેસ ચાલ્યો હતો અને આજે પણ તેઓ  જેલમાં છે. 


રાજનાથની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક, શહીદોના અંતિમ સંસ્કારમાં મંત્રીઓ પણ થશે સામેલ


અત્રે જણાવવાનું કે 3જી નવેમ્બર 2014ના રોજ બડગામમાં 53, રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ એક સફેદ મારુતિ કાર પર ફાયરિંગ કર્યું હતું. આ કાર બે ચેક પોઈન્ટ તોડીને આગળ વધી રહી હતી. જવાનોને શંકા ગઈ કે તેમા આતંકીઓ હોઈ શકે છે. જવાનોએ કાર પર ફાયરિંગ કરતા બે યુવકો માર્યા ગયા હતાં. 



તપાસમાં માલુમ પડ્યું હતું કે પાંચ યુવકો મોહર્રમના જૂલુસથી કારમાં પાછા ફરી રહ્યાં હતાં. જેમાંથી બેના મોત થયા હતાં. આ મામલે ચાર સૈનિકો દોષિત ઠર્યા હતાં અને તેઓ સજા કાપી  રહ્યાં છે. આ ઘટના બાદ જમ્મુ અને કાશ્મીરમાં ખુબ વિવાદ થયો હતો. અને આ વિવાદ બાદ સરકારે ચેક પોઈન્ટ્સ પર ગાડીઓને બળ પ્રયોગ કરીને રોકવાના નિયમ પર પાબંદી લગાવી હતી. 


પાકિસ્તાનને ચાર ભાગમાં તોડો-સ્વામી
આ અગાઉ ભાજપના નેતા સ્વામીએ કહેતા આવ્યાં છે કે પાકિસ્તાનના ચાર વિસ્તારો સિંધ, બલુચિસ્તાન, પખ્તુન અને પશ્ચિમ પાકિસ્તાનમાં વિભાજિત કરી નાખવું જોઈએ. પહેલા ત્રણ ભાગો ભારતને સોંપી દેવા જોઈએ. એક સેમિનારમાં ભાગ લઈ રહેલા સ્વામીએ કહ્યું હતું કે ભારત- પાકિસ્તાનના ઝગડાનું આ એકમાત્ર સમાધાન છે. 


પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાનને તેમણે એક પટાવાળા ગણાવતા કહ્યું હતું કે સેના, આઈએસઆઈ અને આતંકીઓ દ્વારા પાકિસ્તાન ચાલે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...