નવી દિલ્હી: શનિવારને ભગવાન શનિદેવનો વાર ગણાય છે. આજના દિવસે તેમને કેટલીક વસ્તુઓ ભેટ કરવી શુભ ગણાય છે. આ ઉપરાંત જો શનિવારે સવારે કેટલીક ખાસ વસ્તુઓ જોવા મળે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેના ઉપાય કરવાથી શનિદોષમાંથી છૂટકારો મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. શનિવારે જો તમને કાળો કૂતરો જોવા મળે તો સમજો તમારો દિવસ સારો જવાનો છે. કારણ કે તે શનિદેવનું વાહન મનાય છે. આથી શનિવાર જો કાળા કૂતરાને સરસવનું તેલ લગાવેલી રોટલી ખવડાવશો તો શનિ દોષનો નકારાત્મક પ્રભાવ ઓછો થશે. 


2. જો શનિવારે ઘરની બહાર નીકળતી વખતે કોઈ સફાઈ કર્મચારી જોવા મળે તો સારો સંકેત છે. આ સફાઈ કર્મચારીને કાળુ કપડું કે દક્ષિણા આપવામાં આવે તો તમારો દિવસ સારો જશે. 


3. શનિવારના દિવસે જો તમારા રસ્તામાં કોઈ ભિખારી જોવા મળે તો તેની મદદ જરૂર કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે.


4. ઘરની બહાર નીકળતા જો તમને કોઈ વૃદ્ધ વ્યક્તિ નજરે ચડે તો તેની સેવા કરો. તેને ભોજન કરાવો. આમ કરવાથી રાહુ અને શનિ દોષમાંથી મુક્તિ મળશે. 


5. શનિવારે ઘરની આસપાસ કોઈ પક્ષી કે કાગડો જોવા મળે તો ચોખા ખવડાવો. આમ કરવાથી બગડેલા કામ સુધરશે. 


6. રસ્તામાં જો તમને શનિદેવનું મંદિર જોવા મળે તો ખુબ જ શુભ મનાય છે. આવામાં મંદિરમાં દર્શન જરૂર કરો. તેનાથી શનિદેવની કૃપા થશે. 


7. શનિવારે જો ઘરની બહાર નીકળતી વખતે તમને કાળી ગાય જોવા મળે તો તે સારું ગણાય છે. આમ થવાથી વ્યક્તિના જીવનમાં ખુશાલી આવે છે. 


8. શનિવારે પક્ષીઓનું ટોળું જોવા મળે તો તે પણ શુભ સંકેત છે. પક્ષીઓને દાણા નાખવા જોઈએ. તેનાથી તમારા કામમાં આવતી અડચણો દૂર થશે. 


9. જે લોકોને શનિવારે સપનામાં કોઈ કાળા રંગનો વ્યક્તિ જોવા મળે જે તેજવાન હોય. તો સમજો કે સાક્ષાત શનિદેવે દર્શન આપ્યા છે. આવામાં શનિદેવને મંદિરમાં પ્રસાદ જરૂર ચડાવવો. 


10. શનિવારે જો પીપળાનું ઝાડ નજરે ચડે તો તેની પરિક્રમા કરો. આમ કરવાથી શનિદેવનો પ્રકોપ ઓછો થશે.