રામરાજે શિંદે, ઉસ્માનાબાદ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019) માટે પ્રચારમાં લાગેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો અમે ભાજપને સમર્થન ન આપત તો સરકાર પડી જાત. રાજ્યના ઉસ્માનાબાદમાં શિવસેનાની ચૂંટણી રેલીને સંબોધતા શિવસેનાના નેતાએ કહ્યું કે જો મહારાષ્ટ્રમાં ભાજપ સરકારને સમર્થન ન આપ્યું હોત તો સરકાર પડી જાત. ભાજપની સરકાર શિવસેનાના કારણે ચાલે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યામાં વિવાદિત માળખુ તોડી પડાયા બાદ મુંબઈમાં થયેલા રમખાણોને લઈને એનસીપી નેતા અજીત પવારના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તે સમયે બાલાસાહેબ ઠાકરેની ધરપકડ કરી તે ભૂલ હતી, એવું અજીત પવાર કહે છે તો તેઓ માફી કેમ માંગતા નથી?


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...