નવી દિલ્હી : પુલવામા આતંકવાદી હૂમલા બાદ દેશ ગુસ્સામાં છે. દેશના સામાન્ય માણસથી માંડીને મીડિયા સુધીના લોકો પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બીજી તરફ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર #besttoiletpaperintheworld હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો છે. ગૂગલ પર વિશ્વમાં સૌથી સારૂ ટોયલેટ પેપર (best toilet paper in the world) સર્ચ કરવાથી પાકિસ્તાનનો ઝંડો સર્ચ રિઝલ્ટમાં શો કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલગતાવાદી નેતાઓ પર કેન્દ્ર સરકારની સર્જીકલ સ્ટ્રાઇક: 5ની સુરક્ષા હટી, 2 રડાર પર

અત્રે ઉલ્લેખનીય છે કે, પુલવામાં આતંકવાદી હૂમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદ આતંકવાદી સંગઠને સ્વિકારી છે. આ આતંકવાદી સંગઠન સરગણા મસુદ અઝહર પાકિસ્તાનમાં રહે છે. આ હૂમલાનું કાવત્રુ પાકિસ્તાનનાં લાહોર અને કરાચીમાં રચવામાં આવી હતી. આ હૂમલામાં આપણા 40 સીઆરપીએફ જવાન શહીદ થઇ ગયા હતા. હૂમલા બાદ આખો દેશ ગુસ્સાથી લાલઘુમ છે. અન્ય દેશો દ્વારા પણ પાકિસ્તાનની નિંદા કરવામાં આવી રહી છે. 


સર્જીકલ સ્ટ્રાઇક નહી આ ચારને કરો સાફ, આતંકવાદીઓનું કામ થશે તમામ !

બીજી તરફ ગુગલ પર કોઇએ best toilet paper in the world સર્ચ કર્યું તો ગૂગલે સર્ચ રિઝલ્ટમાં પાકિસ્તાનનો ઝંડો દેખાય છે. આના થોડા સમય બાદ જ ટ્વીટર પર #besttoiletpaperintheworld ટ્રેન્ડ કરવા લાગ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે Google એલ્ગોરિધમે ખોટુ સર્ચ રિઝલ્ટ દેખાડ્યું છે. ગત્ત વર્ષે ગુગલ પર Idiot સર્ચ કરવાથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસ્વીર દેખાડતા હતા.