તમારા વાહનનું RC ચોરાઈ ગયું છે કે ગૂમ થઈ ગયું છે? હવે ઘરે બેઠા મેળવો ડુપ્લીકેટ RC, જાણો સરળ રીત
![તમારા વાહનનું RC ચોરાઈ ગયું છે કે ગૂમ થઈ ગયું છે? હવે ઘરે બેઠા મેળવો ડુપ્લીકેટ RC, જાણો સરળ રીત તમારા વાહનનું RC ચોરાઈ ગયું છે કે ગૂમ થઈ ગયું છે? હવે ઘરે બેઠા મેળવો ડુપ્લીકેટ RC, જાણો સરળ રીત](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2024/07/20/572640-rc207245.jpg?itok=MOMCG_DS)
Duplicate RC At Home : તમે સરળતાથી ડુપ્લીકેટ આરસી બનાવડાવી શકો છો. અહીં અમે તમને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે ડુપ્લીકેટ RC બનાવડાવવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશું.
Duplicate RC At Home : તમારી ગાડીની RC ખોવાઈ ગઈ છે, ગૂમ થઈ ગઈ છે? કોઈ વાંધો નહીં. તમે સરળતાથી ડુપ્લીકેટ આરસી બનાવડાવી શકો છો. અહીં અમે તમને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે ડુપ્લીકેટ RC બનાવડાવવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશું. ગાડી ચોરી થાય તો FIR ની કોપી અને લોન પર ગાડી હશે તો NOC ની પણ જરૂર પડશે. તો ચાલો જાણીએ ડુપ્લીકેટ RC મેળવવાનો સરળ રસ્તો!
મહત્વની વાત
સૌથી પહેલા આ વાતો પર ધ્યાન આપો....
- ગાડી ચોરી થાય તો સૌ પ્રથમ FIR નોંધાવી દો.
- ગાડી લોન પર હોય તો લોન આપનારી કંપની પાસેથી NOC લો.
RC માટે ઓનલાઈન રીત
- પરિવહન સેવા પોર્ટર પર જાઓ.
- તમારું એકાઉન્ટ બનાવો. ખાતું હોય તો લોગ ઈન કરો.
- ઓનલાઈન સેવા સિલેક્ટકરો. ઉપરના મેન્યુમાં “ऑनलाइन सेवाएं” ના વિકલ્પની પસંદગી કરો અને ત્યારબાદ “वाहन संबंधी सेवाएं” ની પસંદગી કરો.
- તમારી ગાડીની જાણકારી આપો. જેમ કે ગાડીનો રજિસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર જેવી માહિતી આપો અને ઓટીપી મેળવો.
- ડુપ્લીકેટ RC વિકલ્પ પસંદ કરો. “डुप्लीकेट RC जारी करना” પસંદ કરો અને પછી “जमा करें” પર ક્લિક કરો.
- ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો. ફોર્મમાં ગાડીનો પ્રકાર, ચેસિસ નંબર, અને RC ખોવાનું કારણ નાખો, જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરી દો.
- પેમેન્ટ કરો. ડેબિટ/ક્રેડિટ કાર્ડ કે નેટ બેંકિંગથી ફી ચૂકવો.
- તમારી એપ્લિકેશન ટ્રેક કરો. તમે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકો છો.
ઓફલાઈન રીત
- ગાડી ચોરી થવા અંગે FIR કરો.
- તમારી ગાડી જે RTO ઓફિસમાં રજિસ્ટર્ડ હોય ત્યાં જાઓ.
- RTO થી ડુપ્લીકેટ RC માટે અરજી ફોર્મ (ફોર્મ 26) લો.
- ફોર્મમાં તમામ વિગતો ભરી દો.
- ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજ જમા કરો જેમ કે FIR ની કોપી (જો ગાડી ચોરી થઈ હોય તો), PUC, વીમા સર્ટિફિકેટ, એડ્રસ પ્રુફ અને ફી ચૂકવી તેની રસીદ.
- તમારું ફોર્મ અને દસ્તાવેજો જમા કરાવો.
- ડુપ્લીકેટ RC તમને થોડા દિવસમાં મળી જશે.
Duplicate RC માટે જરૂરી દસ્તાવેજો
- ફોર્મ 26
- FIR ની કોપી (જો ગાડી ચોરી થઈ હોય તો)
- PUC
- વીમાનું સર્ટિફિકેટ
- એડ્રસનું પ્રુફ (આધાર કાર્ડ, વીજળી બિલ વગેરે)
- લોન NOC ( જો ગાડી લોન પર લીધી હોય તો)
- ફી ચૂકવણીની રસીદ
ખાસ નોંધ: આ જાણકારી ભારત માટે છે. આ પ્રક્રિયામાં અલગ અલગ રાજ્યોમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે.