30 નવેમ્બર સુધી જો આટલા ડોક્યુમેન્ટ્સ જમા નહી થાય તો રદ્દ થઇ જશે ગેસ કનેક્શન
જો 30 નવેમ્બર સુધીમાં આટલા ડોક્યુમેન્ટ્સ પુર્ણ નહી કરવામાં આવે તો 1 ડિસેમ્બરથી તમારૂ ગેસ કનેક્શન રદ્દ થઇ જશે
નવી દિલ્હી : જો તમે રાંધણ ગેસ વાપરી રહ્યા હો અને તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ્સ નથી તો તમારુ કનેક્શન રદ્દ થઇ શકે છે. 1 ડિસેમ્બરથી તમારૂ ગેસ કનેક્શન રદ્દ તઇ શકે છે. ગેસ કંપનીઓ ભારત ગેસ, એચપી ગેસ અને ઇન્ડેન ગેસે 30 નવેમ્બર સુધીમાં તમામ ગ્રાહકોને કેવાઇસી ડોક્યુમેન્ટ્સ પુરા કરવા માટે ચેતવણી આપી છે. જો ગ્રાહકોની તરફથી નિશ્ચિત તરીખમાં કેવાયસી અપડેટ નહી કરવામાં આવે તો આવા કસ્ટમરનાં ગેસ કનેક્શન રદ્દ કરી દેવામાં આવી શકે છે અને તેમને ડિસેમ્બરથી ગેસની ડિલીવરી નહી આપવામાં આવે.
1 કરોડ ગેસ કનેક્શનને રદ્દ કરવાની તૈયારી
અમારી સહયોગી વેબસાઇટ www.zeebiz.com/hindiના અનુસાર કેવાઇસી પુરૂ નહી હોવાનાં કારણે સરકાર તરફથી આવા 1 કરોડ ગેસ કનેક્શનને રદ્દ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ લોકોને ડિસેમ્બરથી રસોઇ ગેસ સિલિન્ડર નહી આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગેસ એજન્સીઓને કેવાઇસી હેઠળ આધાર નંબર જમા નહી કરનારા અને ગિવ ઇટ અપ સ્કિમને અપનાવનારા લોકોની જાણકારી માંગી છે.
નકલી ગ્રાહકોનું કનેક્શ બંધ કરવાની તૈયારી
ગિવ ઇટ અપ અપનાવનારા ગ્રાહકોને કેવાઇસી એટલા માટે પુરૂ કરવા માટે જણાવાયું છે જેથી નકલી ગ્રાહકોનું કનેક્શન બંધ કરી શકાય. અસલી ગ્રાહકોને ગેસ સિલિન્ડર સરળતાથી મળી શકે. સરકારે ત્રણવર્ષ પહેલા ગેસ કનેક્શનોને બેંક ખાતા સાથે જોડવાની યોજના ચાલુ કરી હતી. જેથી સબ્સિડીનો લાભ સીધો લાભાર્થીને મળી શકે. જો કે 3 વર્ષ બાદ પણ ઘણા બધા લોકોએ પોતાનાં કેવાઇસી અપડેટ નથી કર્યા અને તે લોકો ગેસ સબ્સિડીનો લાભ ઉઠાવી રહ્યા છે.
ઉપરાંત એવા લોકો પણ સબ્સિડીનો ફાયદો ઉટાવી રહ્યા છે જેમની આવક 10 લાખ રૂપિયા કરતા પણ વધારે છે. જે લોકોએ કેવાઇસી અપડેટ નથી કર્યું તેમાં સૌથી વધારે દિલ્હી, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રનાં લોકોનો સમાવેશ થાય છે. કેવાઇસી માટે આધાર, ડ્રાઇવિંગ લાઇસન્સ, લિઝ એગ્રીમેન્ટ, વોટર આઇડી, ટેલિફોન, ઇલેક્ટ્રીસિટી, વોટર બિલ, પાસપોર્ટ, રેશન કાર્ડ, ફ્લેટ એલોટમેન્ટ લેટર, પઝેશન લેટર, એલઆઇસી પોલીસી, બેંક ક્રેડિટ કાર્ડની સ્ટેટમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.