Indian Railway Rules: ઘણી વાર એવું જોવા મળે છે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘણા લોકો પોતાનો સામાન ટ્રેનમાં જ ભૂલી જાય છે. આ પછી, જ્યારે મુસાફરને યાદ આવે છે કે તે પોતાનો સામાન ટ્રેનમાં જ ભૂલી ગયો છે, ત્યારે તે વિચારે છે કે હવે તેનો સામાન કોઈ પણ કિંમતે મળશે નહીં. જો કે એવુ નથી.. રેલવે મુસાફરોના ભુલી ગયેલા સામાનની સંભાળ રાખે છે અને પૂછપરછ પછી, તે સામાન જે વ્યક્તિનો છે તેને પરત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે તમારો સામાન ટ્રેનમાં ભૂલી જાઓ છો, તો તમને તે કેવી રીતે પાછો મળશે? જો નહીં, તો આવો આજે અમે તમને આખી પ્રક્રિયા વિશે જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોવાયેલી વસ્તુઓ અહીં જમા કરવામાં આવે છે
રેલ્વેએ ટ્રેનમાં ભુલી ગયા હોય તે સામાનને તેના હક્કદાર માલિકને પહોંચાડવા માટે યોગ્ય નિયમો બનાવ્યા છે. સૌ પ્રથમ, જ્યારે ટ્રેન તેના છેલ્લા સ્ટેશન પર પહોંચે છે, ત્યારે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેશન સ્ટાફ દ્વારા આખી ટ્રેનની તપાસ કરવામાં આવે છે. તે દરમિયાન, જો તેઓને કોઈપણ મુસાફરનો છુટી ગયેલ સામાન મળે, તો તેઓ તે સામાનની રસીદ બનાવે છે અને સ્ટેશન માસ્ટરને જમા કરાવે છે.


ખોવાયેલા સામાનની વિગતો નોંધવામાં આવે છે
આ પછી, સ્ટેશન માસ્ટર દ્વારા આ સામાનની વિગતો એક રજિસ્ટરમાં દાખલ કરવામાં આવે છે. આ પછી કુલ વસ્તુઓની સૂચિ બનાવવામાં આવે છે, જેમાંથી ત્રણ નકલો તૈયાર કરવામાં આવે છે. ત્રણ નકલોમાંથી, એક નકલ ખોવાયેલા સામાનના રજિસ્ટરમાં રાખવામાં આવે છે, બીજી તે સામાનમાં અને ત્રીજી નકલ રેલવે પ્રોટેક્શન ફોર્સ પાસે જમા કરવામાં આવે છે. આ પછી ખોવાયેલા સામાનને સીલ કરવામાં આવે છે.


આ રીતે તમે તમારી ખોવાયેલી વસ્તુઓ મેળવી શકો છો
હવે જો કોઈ વ્યક્તિ સ્ટેશન પર આવે છે અને તેની ખોવાયેલી વસ્તુનો દાવો કરે છે, તો સ્ટેશન માસ્ટર તેની પાસેથી કેટલીક જરૂરી વિગતો લે છે. જો સામાન તેજ વ્યક્તિનો હોવાનું જણાય તો સ્ટેશન માસ્ટર તેને પરત કરે છે. જો કે, આ સમય દરમિયાન ખોવાયેલા માલના રજિસ્ટરમાં વ્યક્તિનું સંપૂર્ણ સરનામું દાખલ કરવામાં આવે છે અને તે વ્યક્તિની સહી પણ લેવામાં આવે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે રેલવે આ સુવિધા માટે પેસેન્જર પાસેથી કોઈ ફી લેતું નથી.


તમારી વસ્તુ 2 દિવસમાં મેળવો
સામાન ગુમ થયા પછી સ્ટેશન માસ્ટર સાત દિવસ સુધી સામાનને પોતાની દેખરેખમાં રાખે છે. જે પછી તે વસ્તુને લોસ્ટ પ્રોપર્ટી ઓફિસમાં મોકલે છે.


આ પણ વાંચો:
ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, દ્વારકા અને જુનાગઢમાં લોકોના ઘરમાં દરિયાના પાણી ઘૂસ્યા
AI ની મદદથી ખેતીમાં આવશે ક્રાંતિ, ખેડૂતોને બંપર કમાણી કેવી રીતે થઈ શકે તે ખાસ જાણો
બિપરજોય વાવાઝોડાએ દિશા બદલી, ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, 6 જિલ્લા પર ખતરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube