નવી દિલ્હીઃ ભારતીય વિદેશ સેવાના અધિકારી વિવેક કુમારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પર્સનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. 2004 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી વિવેક કુમાર વર્તમાનમાં પ્રધાનમંત્રી કાર્યાલયના ડાયરેક્ટર છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની નિમણૂક સમિતિએ શુક્રવારે વિવેક કુમારને પીએમ મોદીના અંગત સચિવ તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવેક કુમાર પીએમ મોદીના પીએસના રૂપમાં સંજીવ કુમાર સિંગલાની જગ્યા લેશે. સંજીવ કુમાર સિંગલા ઇઝરાયલમાં ભારતના રાજદૂતના રૂપમાં પદભાર ગ્રહણ કરવા માટે તૈયાર છે. 1997 બેચના આઈએફએસ અધિકારી સિંગલાને 2014માં પ્રધાનમંત્રીના પર્સનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસમાં પોસ્ટિંગ બાદ સિંગલાને 2014માં પ્રધાનમંત્રીના પીએસના રૂપમાં નિમણૂક કરવામાં આવી હતી. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસમાં પોસ્ટિંગ બાદ સિંગલાને ભારત બોલાવી લેવામાં આવ્યા હતા અને તેઓ પીએમઓમાં સેવા કરવા માટે ભારત પરત આવી ગયા હતા. તેઓ હવે ઇઝરાયલના રાજદૂતના રૂપમાં પરત જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube