દેશના પાટનગરમાં ફરીથી આંચકા અનુભવાયા હતા. દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી હળવા આંચકાનો લોકો અનુભવ કરી રહ્યા છે. જેનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હરિયાણામાં 2.1 ની તીવ્રતાના ભૂકંપથી ગુરુગ્રામ હચમચી ઉઠ્યું હતું. દિલ્હી-NCRમાં ભૂકંપના ઝાટકાની શરૂઆત 12 એપ્રિલે 3.5 તીવ્રતાના આંચકાથી થઈ હતી. તે પછીથી અત્યાર સુધીમાં લગભગ 14 જેટલા ભૂકંપના આંચકા આવ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિષ્ણાંતો કહે છે કે આને હળવાશથી લેવું જોઈએ નહીં. આ મોટા ભૂકંપના સંકેત હોઈ શકે છે. ભૂકંપનું કેન્દ્ર દિલ્હી નજીક ગુરુગ્રામથી પશ્ચિમ જમીનથી 18 કિમી ઊંડે હતું. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નિષ્ણાતોએ દિલ્હી-એનસીઆરમાં મોટા ભૂકંપ અંગે ચેતવણી આપી છે.


નિષ્ણાંતો માને છે કે, હળવા કંપનને આગામી મોટા ભૂકંપની ચેતવણી તરીકે જોવું જોઈએ. હિમાલયની પર્વતમાળાથી આશરે 280થી 350 કિમી.ના અંતરે સ્થિત દિલ્હી પ્રદેશ સુધી ચાલનારા હિમાલયની સક્રિય મુખ્ય સીમા કાશ્મીરથી અરુણાચલ સુધીના પ્રદેશ સુધી જતી થ્રસ્ટથી દૂર નથી.