4થી 8 મે વચ્ચે દેશમાં દરરોજ આવશે 4.4 લાખ નવા કેસ, IITનો દાવો
Coronavirus in India: આઈઆઈટીનું કહેવું છે ભારતમાં કોવિડ-19ની બીજી લહેર દરમિયાન એક્ટિવ કેસની સંખ્યા 14-18 મે વચ્ચે પિક પર પહોંચી 38-48 લાખ થઈ શકે છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT) ના વૈજ્ઞાનિકોએ પોતાના પૂર્વાનુમાનમાં સંશોધન કરતા એક ગણિતીય મોડલના આધાર પર હવે કહ્યું છે કે ભારતમાં કોવિડ-19 (Covid 19 in India) ની બીજી લહેર દરમિયાન એક્ટિવ કેસની સંખ્યા 14થી 18 મે વચ્ચે પિક પર પહોંચીને 38-48 લાખ થઈ શકે છે અને ચારથી આઠ મેચ વચ્ચે સંક્રમણના (Coronavirus) ના દૈનિક કેસની સંખ્યા 4.4 લાખના આંકડાને પહોંચી શકે છે.
ભારતમાં સોમવારે સંક્રમણના 3,52,991 ના નવા કેસ સામે આવ્યા તથા મહામારીથી 2812 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 28,13,658 થઈ ગઈ છે. આઈઆઈટી કાનપુર અને હૈદરાબાદના વૈજ્ઞાનિકોએ 'સૂત્ર' નામના મોડલનો ઉપયોગ કરતા કહ્યું કે, મેના મધ્ય સુધી એક્ટિવ કેસની સંખ્યામાં 10 લાખ સુધીની વૃદ્ધિ થઈ શકે છે.
નવા પૂર્વાનુમાનમાં સમયસીમા અને મામલાની સંખ્યામાં સુધાર કર્યો છે. પાછલા સપ્તાહ, સંશોધકોએ પૂર્વાનુમાન વ્યક્ત કર્યો હતું કે મહામારી 11થી 15 મે વચ્ચે પિક પર પહોંચી શકે છે અને એક્ટિવ કેસની સંખ્યા 33-35 લાખ સુધી થઈ શકે છે તથા મેના અંતમાં તેમાં તેજી ઓછી થશે.
આ પણ વાંચોઃ Corona: હવે સમય આવી ગયો છે કે લોકો પોતાના ઘરમાં પણ માસ્ક પહેરેઃ સરકાર
આ મહિનાની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ પૂર્વાનુમાન વ્યક્ત કર્યુ હતુ કે દેશમાં 15 એપ્રિલ સુધી એક્ટિવ કેસની સંખ્યા પિક પર હશે, પરંતુ તે વાત સાચી સાબિત થઈ નથી. આઈઆઈટી-કાનપુરમાં કમ્પ્યૂટર વિજ્ઞાન તથા ટેક્નોલોજી વિભાગના પ્રોફેસર મનિંદર અગ્રવાલે કહ્યુ, આ વખતે મેં પૂર્વાનુમાનના આંકડા માટે ન્યૂનતમ અને અધિકતમ સંગણના પણ કરી છે. મને વિશ્વાસ છે કે વાસ્તવિક આંકડા ઉલ્લેખિત ન્યૂનતમ અને અધિકતમ આંકડા વચ્ચે હશે.
અગ્રવાલે રવિવારે એક્ટિવ કેસ અને નવા મામલાના પિક પર પહોંચવાના પૂર્વાનુમાન સંબંધી નવા આંકડા ટ્વિટર પર શેર કર્યા. તેમણે ટ્વીટ કરી કહ્યું, પિક પર પહોંચવાનો સમયઃ એક્ટિવ કેસ માટે 14-18 મે અને સંક્રમણના દૈનિક મામલા માટે 4-8 મે. પિક પર પહોંચ્યા બાદ આંકડા 38-48 લાખ એક્ટિવ કેસ અને 3.4 લાખથી 4.4 લાખ દૈનિક કેસ.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube