પટનાઃ બિહારની નીતીશ કુમાર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. બિહાર સરકારના સમાજ કલ્યાણ મંત્રી મદન સાહનીએ રાજીનામાની જાહેરાત કરી દીધી છે. સાહનીએ અમલદારશાહી સામે નારાજગી વ્યક્ત કરતા રાજીનામુ આપવાની વાત કહી છે. મદન સાહનીએ કહ્યુ કે, ઘર અને ગાડી લઈને શું કરીશ જ્યારે જનતાની સેવા કરી શકતો નથી. જ્યારે અધિકારી મારૂ સાંભળશે નહીં તો જનતાની સેવા કઈ રીતે કરીશ. જો જનતાનું કામ ન કરી શકું તો મંત્રી પદે રહેવાનો કોઈ અર્થ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાહનીએ ટ્રાન્સફર પોસ્ટિંગમાં નજરઅંદાજનો આરોપ લગાવ્યો છે. સાથે કહ્યું કે, નીતીશ કુમારના નજીકના અધિકારીઓએ ખુબ સંપત્તિ બનાવી છે. મદન સાહનીએ સીએમ નીતીશ કુમારના નજીકી ચંચલ કુમારની સંપત્તિની તપાસ કરવાની પણ માંગ કરી છે. 


'સરકાર કૃષિ કાયદાને રદ્દ કરશે નહીં', કૃષિ મંત્રીએ કહ્યું - ખેડૂતો સાથે જોગવાઈઓ અંગે ચર્ચા કરવા તૈયાર


અધિક મુખ્ય સચિવ અતુલ પ્રસાદ પર મનમાનીનો લગાવ્યો આરોપ
મદન સાહનીએ વિભાગના અધિક મુખ્ય સચિવ અતુલ પ્રસાદ પર મનમાનીનો આરોપ લગાવ્યો છે. સાહનીએ કહ્યુ કે, વિભાગમાં મંત્રીઓનું કોઈ સાંભળતુ નથી. બધા નિયમ-કાયદાના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યાં છે. સમાજ કલ્યાણ વિભાગમાં વર્ષોથી ઘણા અધિકારી જામેલા છે અને મનમાનીથી કામ કરી રહ્યાં છે. તેને હટાવવાની જ્યારે વાત કહી તો અધિક મુખ્ય સચિવે સાંભળવાનો ઇનકાર કરી દીધો. મંત્રીએ કહ્યું કે, આ માત્ર મારી સ્થિતિ નથી પરંતુ બિહારમાં કોઈપણ મંત્રીનું કોઈ અધિકારી સાંભળતું નથી. તે બધા જાણે છે કે જૂન મહિનામાં અધિકારીઓ જે 3 વર્ષથી એક જ જગ્યાએ છે, તેની બદલી થાય છે. અમે આ બધા અધિકારીઓનું લિસ્ટ અધિક મુખ્ય સચિવની સામે રાખ્યુ પરંતુ તેને જોનારૂ કોઈ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube