નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી બાબા રામદેવ વિવાદોમાં છે. તેમણે એલોપથી પર આપેલા નિવેદન બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ખુબ નારાજ થયું છે. આ વિવાદ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ બાબા રામદેવને પત્ર લખ્યો હતો, ત્યારબાદ બાબા રામદેવે પોતાનું નિવેદન પરત લીધુ અને દિલગીરી વ્યક્ત કરી હતી. તેમ છતાં હજુ આ મુદ્દો શાંત થયો નથી. હવે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કહ્યુ કે, પતંજલિના માલિક રામદેવ તરફથી વેક્સિનેશન વિરુદ્ધ ખોટા પ્રચાર પર પ્રતિબંધ લગાવવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IMA એ કરી બાબા રામદેવ વિરુદ્ધ કાર્યવાહીની માગ
આઈએમએએ કહ્યું કે, એક વીડિયોમાં તે દાવો કરવામાં આવ્યો છે કે 10 લાખ ડોક્ટર અને લાખો લોકોના કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ મોત થઈ ચુક્યા છે. તેમના વિરુદ્ધ દેશદ્રોહ હેઠળ કેસ દાખલ કરવો જોઈએ. 


હાલમાં બાબા રામદેવ એલોપથી દવાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું અને વિવાદ વધ્યો તો પરત લીધુ હતું. આ પહેલા કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને બાબા રામદેવના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. ત્યારબાદ બાબા રામદેવે દિલગીરી વ્યક્ત કરતા પોતાનું નિવેદન પરત લીધું હતું. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube