કોલકાતા: પશ્ચિમ બંગાળમાં પ્રમુખ મુસ્લિમ નેતાઓ અને મુખ્ય ઈમામોએ મુસ્લિમ સમુદાયોના લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પત્ર લખ્યો છે. આ ઈમામોએ લગભગ 10000 પત્ર લખ્યા છે. જેમાં લખ્યું છે કે તેઓ માત્ર પોતે જ નહીં પરંતુ તેમના પરિવારજનો અને સંબંધીઓને પણ મત આપવા માટે પ્રેરિત કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળમાં ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલ દ્વારા કારી ફઝલુર રહેમાનની સાઈનવાળા 10000 પત્રો મોકલાયા છે. આ  પત્રો ઉર્દુ અને બંગાળી ભાષામાં લખાયેલા છે. આ પત્રમાં સેક્યુલર તાકાતોના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરાઈ છે. 


પત્રોમાં કહેવાયું છે કે લોકતંત્રમાં ચૂંટણીનો કોઈ વિકલ્પ નથી. તેમાં આપણને આપણી સરકાર પસંદ કરવાની તક મળે છે. એક પણ ભૂલ થઈ તો તમારે 5 વર્ષ સુધી રાહ જોવી પડે છે. આથી તમે તમારો મત સમજી વિચારીને આપો. ફઝલુર રહેમાને કહ્યું કે અમે અમારા મુસ્લિમ ભાઈઓને અપીલ કરી રહ્યાં છીએ કે તેઓ સાવધાનીથી અને સમજી વિચારીને મત આપે. જેથી કરીને સાંપ્રદાયિક તાકાતો પોતાનું માથું ઊંચુ ન કરી શકે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...