Wetaher foreacst: પશ્વિમ બંગાળને લઇને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં આગામી થોડા દિવસો દરમિયાન ભારે પવન, ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે મંગળવારે આ જાણકારી આપી છે. હવામાન વિભાગના અનુસાર 19 થી 23 માર્ચ સુધી ઉત્તર પશ્વિમી ઉત્તર પ્રદેશ, ઝારખંડ તથા દક્ષિણી અસમમાં સાયક્લોનિક સરક્યુલેશન બનશે અને  બંગાળની ખાડી ઉઠનાર ભેજવાળા પવનોના કારણે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23 માર્ચ સુધી ઉત્તરી બંગાળમાં બગડશે હવામાન
હવામાન વિભાગે એક વિશેષ બુલેટિનમાં જણાવ્યું છે કે હવામાનની આ સ્થિતિને કારણે ઉત્તર બંગાળના જિલ્લાઓમાં 19-23 માર્ચ અને દક્ષિણ બંગાળમાં 19-21 માર્ચ સુધી હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.


40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
20 માર્ચે બંગાળના દક્ષિણ ભાગમાં એક કે બે જગ્યાએ તેજ ગતિએ પવન ફૂંકાશે. પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. 21 માર્ચે બંગાળના દક્ષિણી ભાગના લગભગ તમામ જિલ્લાઓમાં તેજ ગતિએ પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 થી 23 માર્ચ સુધી ઉત્તર બંગાળના મોટાભાગના જિલ્લાઓમાં એક અથવા બે સ્થળોએ પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે.


રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનનો આંકડા


  • અમદાવાદ 38.3 ડિગ્રી

  • ગાંધીનગર 37.0 ડિગ્રી

  • ડીસા  38.7 ડિગ્રી

  • વડોદરા 38.2  ડિગ્રી

  • અમરેલી 39.0 ડિગ્રી

  • ભાવનગર 36.9  ડિગ્રી

  • રાજકોટ 40.3 ડિગ્રી

  • સુરેન્દ્રનગર 39.7 ડિગ્રી

  • પોરબંદર 38.4  ડિગ્રી

  • વેરાવળ 38.3 ડિગ્રી

  • મહુવા 38.8 ડિગ્રી

  • ભુજ  38.7 ડિગ્રી

  • નલિયા 38.6 ડિગ્રી

  • કંડલા 38.6  ડિગ્રી

  • કેશોદ 39.1 ડિગ્રી


ગુજરાતમાં માર્ચના અંતમાં 40 ડિગ્રી સુધી તાપમાન જશે
દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


ઝારખંડ અને ઓરિસ્સામાં પણ આંધીના અણસાર
ઝારખંડ અને ઓરિસામાં પણ 19 માર્ચથી 21 માર્ચ વચ્ચે ભારે આંધી ચાલવાના અણસાર છે. તો બીજી તરફ કેટલીક જગ્યાઓ પર વરસાદ પણ પડી શકે છે. તો બીજી તરફ વિદર્ભ, છત્તીસગઢ અને બિહારમાં છુટીછવાઇ જગ્યાઓ પર ગર્જના સાથે છાંટા પડી શકે છે. 


નવી દિલ્હીમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગનું માનીએ તો આજે દેશની રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાઈ શકે છે. તો બીજી તરફ નવી દિલ્હીમાં આજે આકાશ સ્વચ્છ રહેશે. તે જ સમયે, નવી દિલ્હીમાં 21 માર્ચે આંશિક વાદળછાયું રહી શકે છે. આગામી દિવસોમાં નવી દિલ્હીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી નોંધાય શકે છે.


અન્ય રાજ્યોમાં સ્થિતિ
હવામાનના પૂર્વાનુમાન એજન્સી સ્કાઇમેટનું માનીએ તો ઝારખંડ, વિદર્ભ, છત્તીસગઢ અને પૂર્વી મધ્ય પ્રદેશમાં ગાજવીજ, વિજળી અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તો બીજી તરફ તેલંગાણા અને આંધ્રપ્રદેશના ઉત્તરી તટ પર હળવા વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. 20 થી 23 માર્ચ વચ્ચે પશ્વિમી હિમાલયમાં ઝરમર થી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ઉપરી વિસ્તારોમાં હિમવર્ષા પણ જોવા મળી શકે છે. 


અંબાલાલ પટેલની વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.