નવી દિલ્હી: કડકડતી શિયાળાની ઠંડી (Winter) વચ્ચે લોકોને ભારે વરસાદ (Heavy Rainfall)  ની હાલાકીનો પણ સામનો કરવો પડશે. ભારતીય હવામાન વિભાગે (Indian Meteorological Department) આ અંગે ચેતવણી આપી છે. હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં વરસાદ અને હિમવર્ષા થશે. જેના કારણે તાપમાન (Temperature)  માં પણ ઝડપથી ઘટાડો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે વરસાદને લઈને હવામાન વિભાગની ચેતવણી
ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ, પશ્ચિમી વિક્ષેપની અસર દેશના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં 4 જાન્યુઆરીથી દેખાવાનું શરૂ થશે. 4 થી 7 જાન્યુઆરીની દરમિયાન જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત પંજાબ (Punjab), હરિયાણા (Haryana), દિલ્હી (Delhi), ઉત્તર રાજસ્થાન (North Rajasthan) અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ (Western UP) માં 5 થી 7 જાન્યુઆરી દરમિયાન વરસાદ પડી શકે છે. હવામાન વિજ્ઞાન અનુસાર મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતમાં 6 અને 7 જાન્યુઆરીએ વરસાદ પડશે.

આજથી 15 થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સીનેશનનું રજિસ્ટ્રેશન શરૂ


દિલ્હીમાં તાપમાનમાં થયો તીવ્ર ઘટાડો 
તમને જણાવી દઈએ કે શનિવારે સવારે દિલ્હીમાં ધુમ્મસ છવાયું હતું અને લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને મહત્તમ 20 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. IMDએ 3 જાન્યુઆરી સુધી દિલ્હીમાં શીત લહેર ચાલુ રહેવાની આગાહી કરી છે. IMD અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે અને ત્યારપછી કોઈ ફેરફાર થશે નહીં. આગામી 24 કલાક દરમિયાન પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થયો ન હતો, જ્યારે 3-5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.


શીત લહેરનો કહેર
આ દરમિયાન, દિલ્હીના પડોશી રાજ્યો જેમ કે પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં પણ 3 જાન્યુઆરી સુધી તીવ્ર કોલ્ડવેવ જેવી સ્થિતિનો અનુભવ થવાની સંભાવના છે. IMDએ કહ્યું કે 3 જાન્યુઆરી સુધી પંજાબ, ઉત્તર રાજસ્થાન અને હરિયાણામાં તીવ્ર ઠંડીની લહેર આવવાની સંભાવના છે. તીવ્ર શીત લહેર દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2 ડિગ્રીથી 6.4 ડિગ્રી વધારે થઇ જાય છે. IMDએ કહ્યું કે 6 જાન્યુઆરી સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન 4 થી 9 ડિગ્રી સેલ્સિયસ અને 20 થી 21 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube