નવી દિલ્હી : એક તરફ આખા દેશમાં વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે ચોમાસું દક્ષિણના રાજ્યો સુધી પહોંચી ગયું છે. કેરળમાં ગઈ કાલથી સારો વરસાદ પડી રહ્યો છે. જોકે આ વરસાદ ચોમાસાની શરૂઆતનો છે કે નહીં એ વિશે ભારતીય હવામાન ખાતા તેમજ હવામાન ખાતાની જાણકારી આપતી પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટ વચ્ચે મતભેદ શરૂ થઈ ગયો છે. પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટે ઘોષણા કરી દીધી છે કે ચોમાસું કેરળ સુધી પહોંચી ગયું છે અને ભારતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સામા પક્ષે હવામાન વિભાગ એટલે કે IMDનું કહેવું છે ચોમાસું હજી સુધી સક્રિય નથી થયં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video : અજય દેવગનનો 7 વર્ષનો દીકરો સુપરફિટ, ટાઇગર શ્રોફને પણ પાડી દે ઝાંખો


આ બે હવામાન ખાતા વચ્ચે મતભેદ માત્ર ચોમાસાના આગમનની તારીખની 'ભવિષ્યવાણી' મામલે છે. સોમવારે કેરળમાં જોરદાર વરસાદ થયો એ પહેલાં સ્કાઇમેટે આશંકા દર્શાવી હતી કે 28 મેના દિવસે ચોમાસું કેરળ પહોંચી જશે. સામા પક્ષે ભારતીય હવામાન ખાતા (IMD)નું કહેવું હતું કે ચોમાસું 29 મેના દિવસે કેરળમાં એન્ટ્રી લેશે. 



કેરળમાં ભલે સોમવારે વરસાદ થયો હોય પણ IMD ચોમાસાની પોતાની ઘોષણા પર કાયમ છે. મંગળવારે મોસમ વિભાગે જાણકારી આપી હતી કે ચોમાસું મંગળવારે પહોંચી રહ્યું છે જે સામાન્ય સ્થિતિ કરતા 3 દિવસ વહેલું છે. જોકે હવામાન ખાતાએ કબુલ કર્યુ છે કે સોમવારે કેરળમાં સારો વરસાદ થયો છે. 



કેરળમાં મોનસુનના આગમન મામલે હવામાન ખાતાઓમાં ભલે મતભેદ હોય પણ ગ્રાઉન્ડ રિપોર્ટ કહે છે કે છેલ્લા બે અઠવાડિયામાં કેરળમાં પ્રી-મોનસુન વરસાદ પડી રહ્યો છે. છેલ્લા એકૃ અઠવાડિયા સારો વરસાદ પડ્યો છે. સોમવારે ભારે વરસાદ પછી જ સ્કાઇમેટે ચોમાસાના આગમનની જાહેરાત કરી છે.